Get The App

મુળીમાં રસ્તાની બાજુમાં ઉભેલા બે લોકોને બાઈકચાલકે અડફેટે લીધા

Updated: Dec 27th, 2023


Google NewsGoogle News
મુળીમાં રસ્તાની બાજુમાં ઉભેલા બે લોકોને બાઈકચાલકે અડફેટે લીધા 1 - image


- વાવડી ગામના બાઈકચાલક વિરૂદ્ધ ફરિયાદ

- ઈજાગ્રસ્તોને મુળીમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ સુરેન્દ્રનગર ખસેડાયા

સુરેન્દ્રનગર : મુળી રેલવેસ્ટેશન રોડ પર રસ્તાની સાઈડમાં ઉભેલા બે યુવકોને બાઈકચાલકે અડફેટે લેતા બન્નેને ઈજા પહોંચી હતી. જેથી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે બાઈકચાલક વિરૂદ્ધ મુળી પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 

મુળીના નાવણીપામાં રહેતા રવિરાજસિંહ ઘનશ્યામસિંહ પરમાર અને યુવરાજસિંહ કિશોરસિંહ ગોહિલ મુળી રેલવે સ્ટેશન રોડ પર ખેતરની બાજુમાં સાઇડમાં ઉભા હતા. તે દરમિયાન રેલવે સ્ટેશન રોડ પરથી એક બાઇકચાલકે પુરપાટ ઝડપે આવીને બન્ને યુવાનોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. 

જેમાં રવિરાજસિંહને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમજ યુવરાજસિંહને પણ મુંઢ ઇજાઓ થઇ હતી. જેથી બન્નેને સારવાર માટે પ્રથમ મુળી સરકારી હોસ્પિટલે ત્યાર બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. 

આ અંગે  ધ્રાંગધ્રા તાલુકાના વાવડી ગામના બાઇકચાલક અશોકભાઇ સવજીભાઇ પરમાર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બાઇકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News