Get The App

ધ્રાંગધ્રામાં 24 વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી

Updated: Nov 13th, 2024


Google NewsGoogle News
ધ્રાંગધ્રામાં 24 વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી 1 - image


- પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથધરી

- આપઘાતનું રહસ્ય અકબંધ : યુવતીના મોતથી પરિવારમાં શોકનો માહોલ 

ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા હળવદ રોડ પર રહેતી ૨૪ વર્ષની યુવતીએ અગમ્ય કારણોસર ઘરે ગેળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા મોત નિપજ્યું છે. ધ્રાંગધ્રા સીટી પોલીસ ટીમે તપાસ હાથધરી છે.

ધ્રાંગધ્રા-હળવદ રોડ પર આવેલા રહેણાંક વિસ્તારમાં રહેતી યુવતી રીયાબેન ઋતીકભાઈ પટેલ (ઉ.વ.૨૪)એ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળે દુપટ્ટો બાંધી કબાટના એંગલ સાથે લટકીને આત્મહત્યા કરી હતી. ઘટનાની જાણ પરિવારને થતાં ૧૦૮ એમ્બ્યુલન્સ, ધ્રાંગધ્રા સીટી પોલીસને કરાતા ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. મૃતક યુવતીના મૃતદેહને પીએમ અર્થે ધ્રાંગધ્રા સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. યુવતીએ શા માટે આત્મહત્યા કરી તે અંગેનું ચોક્કસ કારણ હાલ જાણવા મળ્યું નથી. હાલ આ મામલે ધ્રાંગધ્રા સીટી પોલીસે વધુ તપાસ હાથધરી છે. જ્યારે યુવતીના મોતથી પરિવારજનો પર આભ તુટી પડયું હતું.


Google NewsGoogle News