Get The App

પાટડીના પાનવા ગામના તળાવમાં ૧૬ વર્ષના કિશોરનું ડૂબી જવાથી મોત

Updated: Jul 1st, 2024


Google NewsGoogle News
પાટડીના પાનવા ગામના તળાવમાં ૧૬ વર્ષના કિશોરનું ડૂબી જવાથી મોત 1 - image


- મિત્રો તળાવમાં નહાવા પડયા હતા ત્યારે કરૃણાંતિકા સર્જાઇ

- અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમની ભારે જહેમત બાદ કિશોરનો મૃતદેહ મળી આવ્યો

સુરેન્દ્રનગર :  પાટડી તાલુકાના પાનવા ગામમાં મિત્રો સાથે નહાવા પડેલ ૧૬ વર્ષનો કિશોર ડુબી જતા શોધખોળ હાથધરવામાં આવી હતી .જેમાં અંદાજ ે૨૪ કલાકની ભારે જહેમત બાદ કિશોરનો મૃતદેહ મળી આવતા પાટડી સરકારી હોસ્પીટલ ખાતે પીએમ અર્થે ખસડવામાં આવ્યો હતો આ બનાવથી મૃતકના પરિવારજનો પર આભ તુટી પડયું હતું.

આ અંગે મળતી માહિતી મુજબ પાટડી તાલુકાના પાનવા ગામે રહેતો કિશોર મીત પ્રહલાદભાઈ પાનવેચા ઉ.વ.૧૬ જેણે તાજેતરમાં ધોરણ-૧૦ બોર્ડની પરીક્ષા આપી હતી પરંતુ એક વિષયમાં નાપાસ થતા હાલ ઘેર બેઠા તૈયારી કરતો હતો.

 આ કિશોર ગત તા.૨૯ જુનના રોજ બપોરે પાનવા ગામથી અંદાજે બે થી અઢી કિલોમીટર દુર આવેલ હનુમાનજીના મંદિરે મિત્રો સાથે દર્શનાર્થે ગયો હતો અને દર્શન કરી પરત ફરી રહ્યાં હતાં તે દરમ્યાન બાજુમાં આવેલ સીમ તળાવમાં નહાવા માટે પડયો હતો. પરંતુ કિશોરને તરત આવડતું ન હોવાથી ડુબી ગયો હતો .

અને તેની જાણ સાથે રહેલા મિત્રોએ ગામમાં જઈ કરતા ગ્રામજનો સહિત આગેેવાનો અને લોકોના ટોળેટોળાં ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને બચાવ કામગીરીમાં લાગ્યા હતા પરંતુ ડુબેલ કિશોરનો પત્તો ન લાગતા રાત્રે સ્થાનીક ધારાસભ્ય તેમજ મામલતદાર સહિતનાઓ પણ આવી પહોંચ્યા હતા અને આ અંગેની જાણ જીલ્લા કલેકટરને કરવામાં આવતાં કલેકટરની સુચનાથી તેમજ પાટડી પ્રાંત અધિકારી જયંતસિંહ રાઠોડની આગેવાનીમાં સંકલન કરી સુરેન્દ્રનગર, વિરમગામ તેમજ ધ્રાંગધ્રાની ફાયર ફાયટર ટીમને બોલાવવામાં આવી હતી અને રાતથી સવાર સુધી કિશોરના મૃતદેહને શોધવાની કામગીરી હાથધરી હતી. 

પરંતુ કોઈ જ પત્તો ન લાગતા અમદાવાદની ટીમને બોલાવવામાં આવી હતી અને બીજે દિવસે ૩૦ જુનના રોજ સવારથી કિશોરના મૃતદેહને શોધવાની કામગીરી હાથધરવામાં આવી હતી અને અમદાવાદ ફાયર ફાયટરની ટીમના પ્રયત્નો દ્વારા ડુબેલ કિશોર મીતનો મૃતદેહ મળી આવતા સ્થાનીક પોલીસ તેમજ નાયબ મામલતદાર સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં પીએમ અર્થે પ્રથમ દસાડા અને ત્યારબાદ પાટડી સરકારી હોસ્પીટલ ખાતે લાવવામાં આવ્યો હતો જ્યારે કિશોરના ડુબી જવાથી મોત નીપજતા પરિવારજનો સહિત સમસ્ત ગામમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.



Google NewsGoogle News