ઝેઝરા પાસે ટ્રેક્ટરની ટ્રોલી પલટી જતાં 8 શ્રમિક મહિલાઓને ઈજા

Updated: Feb 15th, 2024


Google NewsGoogle News
ઝેઝરા પાસે ટ્રેક્ટરની ટ્રોલી પલટી જતાં 8 શ્રમિક મહિલાઓને ઈજા 1 - image


- ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયાં

- મહિલા શ્રમિકોને લઈને જઈ રહેલા ટ્રેક્ટરને અકસ્માત નડયો 

સુરેન્દ્રનગર : પાટડીના ઝેઝરા સીમ વિસ્તારમાં શ્રમિકો ભરેલી ટ્રેકટરની ટ્રોલી પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ૮ મહિલા શ્રમિકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. જે મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

ઝેઝરા ગામના સીમ વિસ્તારમાં શ્રમિકોને લઈને ટ્રેકટર સહિત ટ્રોલી ભરી જઈ રહ્યાં હતાં. તે દરમિયાન ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેકટરની ટ્રોલી પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં સવાર ૮ મહિલા શ્રમિકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં.

 જે પૈકી બે મહિલાની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં. આ બનાવીની જાણ થતાં લોકોના ટોળે ટોળાં ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરતા પોલીસ કાફલો પણ આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.



Google NewsGoogle News