મેમકામાં ભોગાવાના કાંઠે જાહેરમાં જુગાર રમતા 8 શખ્સો ઝડપાયા
- રોકડ સહીતનો મુદ્દામાલ કબજે કર્યો
- મોબાઇલ કે વાહન સહિતનો મુદ્દામાલ કબજે ન કરવામાં અનેક સવાલ
સુરેન્દ્રનગર : વઢવાણ પોલીસ ટીમે બાતમીના આધારે મેમકા ગામે દરોડો કરી જાહેરમાં જુગાર રમતા ૮ શખ્સોને રોકડા રૂપિયા ૧૦૭૫૦ સહીતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.જો કે પોલીસે માત્ર રોકડ રકમ જ કબજે કરવામાં આવતા અને મોબાઇલ સહીતનો અન્ય મુદ્દામાલ કબજે ન કરતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થયાં છે.
વઢવાણ તાલુકાના મેમકા ગામે રામાપીરના મંદિર પાસે ભોગાવો નદીના કાંઠે અમુક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે વઢવાણ પોલીસ ટીમે દરોડો કર્યો હતો.
જેમાં જાહેરમાં જુગાર રમતા શનીભાઇ ઉર્ફે પોદર પરબતભાઇ થળેશા, મહેશભાઇ ઉર્ફે મૈયો લાલજીભાઇ થળેશા, લાલજીભાઇ ગુણંવતભાઇ વાઘરોડીયા, પરબતભાઇ વહાણાભાઇ થરેશા, પ્રતાપભાઈ ઉર્ફે પટ્ટી બોઘાભાઇ દોદરીયા, દિનેશભાઇ શિવાભાઇ થળેશા, રાજેશભાઇ શિવાભાઇ થળેશા અને બળદેવભાઇ મનસુખભાઇ પંચાસરા રહે તમામ મેમકા વાળાને ઝડપી લીધા હતાં. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા ૧૦૭૫૦ કબજે કર્યાં હતા પરંતુ મોબાઇલ કે વાહનો સહીત અન્ય કોઇ મુદ્દામાલ કબજે કરવામાં ન આવતા વઢવાણ પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયાં છે.
અને મોબાઇલ તેમજ વાહનો મુદ્દામાલમાં કબજે ન કરવા અંગે મોટી રકમનો વહીવટી કર્યો હોવાની ચર્ચાઓએ પણ જોર પકડયું છે ત્યારે આ મામલે જિલ્લા પોલીસ વડા દ્વારા તપાસ કરવામાં આવે તો ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી પણ શક્યતાઓ છે.