Get The App

ધ્રાંગધ્રા તાલુકમાં 71 વીજ જોડાણમાં ચોરી પકડાઇ, 30 લાખનો દંડ

Updated: Nov 28th, 2024


Google NewsGoogle News
ધ્રાંગધ્રા તાલુકમાં 71 વીજ જોડાણમાં ચોરી પકડાઇ, 30 લાખનો દંડ 1 - image


- પીજીવીસીએલની 31 વિજિલન્સ ટીમની કાર્યવાહી

- શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રહેણાંકના 532 વીજ કનેક્શનો તંત્રએ ચકાસ્યા 

ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા તાલુકામાં વીજચોરીની ફરિયાદો ઉઠતાં પીજીવીસીએલની ટીમ દ્વારા ધ્રાંગધ્રા શહેરી વિસ્તાર સહિત આસપાસના ગામોમાં વીજચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૭૧ વીજ જોડાણોમાં ગેરરિતી ઝડપાઇ હતી અને આ વીજજોડાણ ધારકોને રૃ. ૩૦ લાખનો દંડ ફટકાર્યોે હતો. 

ધ્રાંગધ્રા પીજીવીસીએલ વિભાગીય કચેરી દ્વારા ધ્રાંગધ્રા શહેરના આંબેડકરનગર વિસ્તાર સહિત આસપાસના શહેરી વિસ્તારો તેમજ ધ્રાંગધ્રા તાલુકાના અલગ-અલગ ગામોમાં પીજીવીસીએલ વીજીલન્સ સ્કવોડના અધિકારીઓ દ્વારા વીજચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૩૧ વીજીલન્સ ટીમો દ્વારા ૫૩૨ વીજ કનેકશન ચેક કરવામાં આવ્યા હતા. જે પૈકી ૭૧ વીજકનેકશનમાં ગેરરીતિ ઝડપાઈ જતા કુલ રૃા.૩૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં પીજીવીસીએલ તંત્ર દ્વારા મોટાપાયે વીજચોરી ઝડપાતા વીજચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.



Google NewsGoogle News