સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે 55.09 ટકા મતદાન નોંધાયું

Updated: May 9th, 2024


Google NewsGoogle News
સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે 55.09 ટકા મતદાન નોંધાયું 1 - image


- 11.20 લાખ મતદારોએ મતદાન કર્યું

- ચોટીલા વિધાનસભા વિસ્તારમાં સૌથી વધુ 57.69 અને ધંધુકા વિધાનસભા વિસ્તારમાં સૌથી ઓછુ 50.88 ટકા મતદાન 

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર લોકસભાની ચૂંટણીમાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું હતું. ગત લોકસભાની ચૂંટણી કરતા અંદાજે ૩ થી ૪ ટકા જેટલું મતદાન ઓછું નોંધાયું છે. મતદાન પૂર્ણ થયા બાદ મોડીરાત્રે મતદાનનો અંતિમ આંકડો બહાર આવ્યો હતો અને કુલ ૫૫.૦૯ ટકા મતદાન નોંધાયું છે.

સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ગત તા.૭ મેના રોજ ૨,૧૩૬ મતદાન મથકો પર સવારના ૭ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં લોકસભામાં સમાવિષ્ટ કુલ ૭ વિધાનસભામાં મતદારોમાં મતદાનને લઈ ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારના કલાકોમાં મતદાનની ટકાવારી ઓછી રહી હતી પરંતુ બપોર બાદ ધીરે ધીરે મતદાન મથકો પર મતદારોનો ધસારો જોવા મળ્યો હતો.

 સાંજ સુધીમાં મતદાન વધ્યું હતું અને અંતિમ કલાકોમાં પણ નોંધપાત્ર મતદાન થયું હતું. ભાજપ અને કોંગ્રેસ સહિત કુલ ૧૪ ઉમેદવારોના ભાવી ઈવીએમના સીલ થયા છે. તમામ ઈવીએમ યુનીટ સુરેન્દ્રનગર શહેરની એમ.પી.શાહ આર્ટસ કોલેજ ખાતે સ્ટ્રોંગ રૂમમાં સીલ કરાયા છે. જ્યાં અધિકારીઓ અને પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો છે.

 આગામી તા.૪ જૂનના રોજ મતગણતરી બાદ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે. વર્ષ ૨૦૨૪ લોકસભાની ચૂંટણીમાં દરેક વિધાનસભામાં મહિલા મતદારોમાં મતદાનને લઈ વધુ ઉત્સાહ જોવા મળ્યો હતો. કુલ ૯.૭૬ લાખ મહિલા મતદારોમાંથી ૪.૮૮ લાખ મહિલા મતદારોએ મતદાન કર્યું હતું. જ્યારે ૩૨ થર્ડ જેન્ડર મતદારોમાંથી માત્ર ૬ મતદારોએ મતદાન કર્યું હતું. 

ચોટીલા વિધાનસભામાં સૌથી વધુ ૫૭.૬૯ ટકા અને સૌથી ઓછુ મતદાન ધંધુકા વિધાનસભામાં ૫૦.૮૮ ટકા નોંધાયું હતું. ત્યારે અન્ય વિધાનસભામાં સરેરાશ ૫૨ થી ૫૫ ટકા જેટલું મતદાન નોંધાયું છે. કુલ ૨૦.૩૩ લાખ મતદારો પૈકી ૧૧.૨૦ લાખ મતદારોએ પોતાના મતાધીકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં ભાગ લીધો હતો.

સુરેન્દ્રનગર લોકસભાની ચુંટણીમાં મતદાનની અંતિમ વિગતો

વિધાનસભા કુલ મતદારો પુરૂષ મતદાન મહિલા મતદાન ટકા

દસાડા        ૨,૬૮,૫૦૩ ૮૫,૯૦૬         ૬૮,૪૮૨             ૫૭.૫૦ %

લીંબડી        ૨,૯૨,૩૮૨ ૮૮,૦૯૭         ૬૭,૪૫૨            ૫૩.૨૦ %

વઢવાણ         ૩,૦૬,૬૨૭ ૯૪,૨૮૮         ૭૩,૦૪૭            ૫૪.૫૭ %

ચોટીલા         ૨,૬૮,૩૨૬ ૮૮,૭૩૯         ૬૬,૦૫૧             ૫૭.૬૯ %

ધ્રાંગધ્રા         ૩,૧૪,૬૪૮ ૯૯,૩૦૯           ૭૫,૨૯૨     ૫૫.૪૯ %

વિરમગામ ૩,૦૪,૮૧૯ ૯૬,૨૧૬         ૭૫,૭૩૬            ૫૬.૪૧ %

ધંધુકા          ૨,૭૮,૧૧૪ ૭૯,૫૧૮         ૬૧,૯૮૯            ૫૦.૮૮ %

કુલ...          ૨૦,૩૩,૪૧૯ ૬,૩૨,૦૭૩ ૪,૮૮,૦૪૯ ૫૫.૦૯ %



Google NewsGoogle News