સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર 52.22 ટકા મતદાન નોંધાયું

Updated: May 8th, 2024


Google NewsGoogle News
સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર 52.22 ટકા મતદાન નોંધાયું 1 - image


- ગત ચૂંટણી કરતા 8 ટકા મતદાન ઘટયું

- 10 લાખથી વધુ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરતા 14 ઉમેદવારોના ભાવી ઈવીએમમાં સીલ થયા

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરમાં લોકસભા ચૂંટણી માટે સવારના ૭ વાગ્યાથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં સવારથી બપોર સુધી એકંદરે મતદારોમાં નિરસતા જોવા મળી હતી પરંતુ બપોર બાદ મતદાનની ટકાવારીમાં વધારો થયો હતો અને સાંજના ૬ વાગ્યે મતદાન પૂર્ણ થયા બાદ લોકસભાનું સરેરાશ અંદાજે ૫૨.૨૨ ટકા મતદાન નોંધાયું હતું.

રાજ્યમાં લોકસભાની ૨૫ બેઠકો સાથે સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર સવારના ૭ વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. જેમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારો મળી કુલ ૨,૧૩૬ મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ બેઠક પર કુલ ૨૦.૩૩ લાખ મતદારો નોધાયા હતા.

 તેમજ ભાજપ અને કોંગ્રેસ સહિત કુલ ૧૪ ઉમેદવારોએ ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું હતું. જેમાં ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા અને કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિકભાઈ મકવાણા વચ્ચે સીધો મુકાબલો જામ્યો હતો. જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા મતદારોને હાલાકી ન પડે તે માટે દરેક મતદાન મથક પર છાંયો, પીવાનું પાણી, દવા, સારવાર સહિતની સુવિધાઓ પુરી પાડવામાં આવી હતી. 

સવારથી બપોર સુધી મતદારોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો નહોતો પરંતુ ધીરે ધીરે મતદારોનો ધસારો થતા મતદાનની ટકાવારીમાં ક્રમશઃ વધારો નોંધાયો હતો. શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ મતદારોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો નહોતો. 

સવારના ૭ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે અંદાજે ૫૨.૨૨ જેટલું કુલ મતદાન નોંધાયું હતું અને ૧૪ ઉમેદવારોના ભાવી ઈવીએમમાં સીલ થયા હતા. ત્યારે ગત લોકસભા ચૂંટણી કરતા અંદાજે ૮ ટકા જેટલું મતદાન ઘટયું છે. મતદારોમાં નિરસતા, હીટવેવ, કોળી અને ક્ષત્રિય સમાજના વિરોધના કારણે મતદાન ઘટયું હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. 

સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં દર બે કલાકે નોંધાયેલું મતદાન (ટકામાં)

વિધાનસભા ૭ થી ૯ ૯ થી ૧૧ ૧૧ થી ૧ ૧ થી ૩ ૩ થી ૬

દસાડા      ૧૦.૭૧ ૨૫.૬૧ ૩૮.૦૨ ૪૪.૨૭ ૫૧.૯૭

લીંબડી        ૮.૫૩ ૨૧.૪૮ ૩૧.૮૬ ૩૮.૧૮ ૫૩.૧૯

વઢવાણ        ૮.૬૧ ૨૨.૪૪ ૩૩.૬૪ ૪૧.૦૪ ૫૪.૩૧

ચોટીલા        ૯.૮૧ ૨૩.૭૮ ૩૨.૮૫ ૪૨.૪૨ ૫૧.૨૬

ધ્રાંગધ્રા        ૯.૭૮ ૨૧.૫૮ ૩૨.૦૭ ૩૯.૪૩ ૪૭.૬૭

ધંધુકા        ૮.૩૩ ૨૦.૫૮ ૩૧.૦૦ ૩૭.૮૩ ૫૦.૬૦

વિરમગામ ૧૦.૨૮ ૨૪.૧૪ ૩૫.૪૨ ૪૩.૬૧ ૫૬.૪૧

લોકસભા બેઠકમાં થયેલા મતદાનની વિસ્તૃત માહિતી.

વિધાનસભા કુલ મતદારો થયેલું મતદાન    ટકાવારી

દસાડા         ૨,૬૮,૫૦૩ ૧,૩૯,૫૩૮ ૫૧.૯૭

લીંબડી        ૨,૯૨,૩૮૨ ૧,૩૬,૧૩૪ ૪૬.૫૬

વઢવાણ         ૩,૦૬,૬૨૭ ૧,૫૦,૦૦૯ ૪૮.૯૨

ચોટીલા         ૨,૬૮,૩૨૬ ૧,૩૭,૫૪૯ ૫૧.૨૬

ધ્રાંગધ્રા         ૩,૧૪,૬૪૮ ૧,૪૯,૯૯૫ ૪૭.૬૭

ધંધુકા         ૨,૭૮,૧૧૪ ૧,૨૮,૧૩૪ ૪૬.૦૭

વિરમગામ ૩,૦૪,૮૧૯ ૧,૫૮,૮૩૫ ૫૨.૧૧

કુલ...        ૨૦,૩૩,૪૧૯ ૧૦,૦૦,૧૯૪ ૫૨.૨૨



Google NewsGoogle News