Get The App

ઝાલાવાડમાં 7676 વીજ કનેક્શનમાં ગેરરીતિ ઝડપાતા 33.05 કરોડનો દંડ ફટકારાયો

Updated: Jun 13th, 2024


Google NewsGoogle News
ઝાલાવાડમાં 7676 વીજ કનેક્શનમાં ગેરરીતિ ઝડપાતા 33.05 કરોડનો દંડ ફટકારાયો 1 - image


- પીજીવીસીએલે એપ્રિલ-2023 થી માર્ચ-2024 સુધી વીજ ચેકિંગ હાથ ધરી

- રહેણાંક વિસ્તાર અને ઓદ્યોગિક એકમોમાં 36818 વીજ કનેક્શનો તપાસ્યા : ચુડામાં સૌથી વધુ 672 કનેક્શનોમાં વીજચોરી ઝડપાઈ : પાણશીણામાં સૌથી વધુ 4.26 કરોડનો દંડ ફટકાર્યો   

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર ૫જીવીસીએલ તંત્ર દ્વારા સુરેન્દ્રનગર, લીંબડી અને ધ્રાંગધ્રા પીજીવીસીએલ ડિવીઝનમાં આવતા પેટા વિભાગ દ્વારા અલગ-અલગ ટીમોની મદદથી વીજ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં એપ્રિલ-૨૦૨૩ થી માર્ચ-૨૦૨૪ એક વર્ષ દરમિયાન પીજીવીસીએલ તંત્ર દ્વારા ૭,૬૭૬ વીજ જોડાણમાં ગેરરીતિ ઝડપી પાડી કુલ રૂા.૩૩.૦૫ કરોડ દંડ ફટકારવામાં આવ્યો છે.

 પીજીવીસીએલ દ્વારા ગત એપ્રિલ-૨૦૨૩થી માર્ચ-૨૦૨૪ એક વર્ષના સમયગાળા દરમિયાન જિલ્લામાં કુલ ૩૬,૮૧૮ વીજ કનેકશનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે પૈકી ૭,૬૭૬ વીજ કનેકશનોમાં ગેરરીતિ ઝડપી પાડી કુલ રૂા.૩૩.૦૫ કરોડ દંડ ફટકારવામાં આવ્યો છે.

જેમાં ચુડા વીજ કચેરી વિસ્તારમાંથી વીજ ચોરી કરતા સૌથી વધુ ૬૭૨ વીજ કનેક્શનો ઝડપાયા છે. ત્યારબાદ પાણશીણા વિસ્તારમાંથી ૬૩૬, લીંબડી રૂરલ (પેટા)માં ૫૯૮ તથા સાયલા વિસ્તારમાંથી ૫૭૧ વીજ કનેક્શનોમાં વીજ ચોરી ઝડપાઈ છે. જ્યારે લીંબડી ટાઉન (પેટા) વિસ્તારમાં સૌથી ઓછી ૧૦૨ વીજચોરી ઝડપાઈ છે. 

જ્યારે વીજ ચોરી અંગે પાણશીણા વિસ્તારમાં સૌથી વધુ ૪૨૬.૧૯ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ત્યારબાદ સાયલામાં ૩૦૧.૭૬ લાખ, ચોટીલામાં ૨૩૭.૬૫ લાખ, થાનગઢમાં ૨૩૭.૫૭ લાખ અને લીંબડી રૂરલ (પેટા)માં ૨૩૬.૮૮ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. પીજીવીસીએલ તંત્ર દ્વારા રહેણાંક સહિત ઔદ્યોગિક એકમોમાંથી વીજચોરી ઝડપી પાડી દંડ સહિતની કાર્યવાહી કરવામાં આવતાં વીજચોરી કરતા શખ્સોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

વર્ષ દરમિયાન ઝડપાયેલી વીજચોરી અને ફટકારેલો દંડ

વીજકચેરીનું નામ

ચેક કરેલા

ચોરી કરતા

દંડની રકમ

 

વીજ કનેકશન

વીજ કનેકશન

(લાખમાં)

ચોટીલા

,૩૭૨

૩૩૫

૨૩૭.૬૫

જોરાવરનગર

,૬૩૦

૧૦૩

૨૨.૯૭

મુળી

,૯૬૭

૪૮૬

૧૭૨.૧

સુરેન્દ્રનગર રૃરલ (પેટા)

૫૬૮

૧૪૦

૮૬.૨૮

સુરેન્દ્રનગર સીટી-૧

,૨૩૪

૧૨૫

૭૮.૭૫

સુરેન્દ્રનગર સીટી-૨

,૬૩૩

૨૪૬

૮૦.૧૨

થાનગઢ

,૧૩૨

૫૪૮

૨૩૭.૫૭

વઢવાણ

,૩૨૬

૪૨૯

૧૩૯.૯૭

લખતર (પેટા)

,૦૭૦

૨૪૩

૯૧.૦૯

ચોટીલા રૃરલ-૨ (પેટા)

,૬૫૨

૩૦૬

૫૬.૦૧

ચુડા

,૧૯૦

૬૭૨

૧૭૫.૪૪

લીંબડી રૃરલ (પેટા)

,૩૧૯

૫૯૮

૨૩૬.૮૮

લીંબડી ટાઉન (પેટા)

૮૦૨

૧૦૨

૧૨૯.૪૪

સાયલા

,૦૬૧

૫૭૧

૩૦૧.૭૬

પાણશીણા

,૭૧૩

૬૩૬

૪૨૬.૧૯

બાવળી

,૨૨૦

૨૬૮

૯૧.૧૩

દસાડા

૯૧૧

૨૬૨

૯૨.૭૯

ધ્રાંગધ્રા રૃરલ (પેટા)

,૩૬૦

૪૨૦

૧૯૧.૭૧

ધ્રાંગધ્રા ટાઉન (પેટા)

,૩૬૨

૪૩૯

૧૭૭.૩૧

પાટડી

,૨૮૫

૩૩૫

૧૩૦.૭૭

રાજસીતાપુર

,૦૧૧

૪૧૨

૧૪૯.૦૩

કુલ...

૩૬,૮૧૮

,૬૭૬

૩૩૦૫.૨૩


Google NewsGoogle News