Get The App

સુરેન્દ્રનગરમાં મકાનનું તાળું તોડી 48 હાજરની રોકડની ચોરી

Updated: Jun 17th, 2024


Google NewsGoogle News
સુરેન્દ્રનગરમાં મકાનનું તાળું તોડી 48 હાજરની રોકડની ચોરી 1 - image


- ધોળા દિવસે ચોરીઓ થવા લાગી

- પરિવારજનો બજારમાં ખરીદી કરવા ગયા અને તસ્કરોએ હાથફેરો કર્યો

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ મકાનમાંથી ગણતરીની કલાકમાં દિન-દહાડે મકાનનું તાળુ તોડી તસ્કરો દ્વારા રોકડ રકમની ચોરીનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી હતી. જે અંગે મકાન માલીકે એ-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

કૃષ્ણનગર બ્લોક નં.૯૬૯માં રહેતા અને રાજકોટ ખાતે લાયબ્રેરીમાં કલાર્ક તરીકે ફરજ બજાવતા અશરફભાઈ અલ્લારખાભાઈ મોવર પોતાની માતા અને બહેન સાથે ઘરે હતા અને મકાનને તાળુ મારી પરિવાર સાથે બજારમાં ખરીદી કરવા ગયા હતા.

 ત્યાંથી પરત આવી જોતા ઘરના મુખ્ય દરવાજાનું તાળું તુટેલી હાલતમાં હોવાથી અંદર જઈ તપાસ કરતા કબાટ પણ ખુલ્લી હાલતમાં હતો અને સામાન વેરવિખેર પડયો હતો. કબાટમાં ચેક કરતા રોકડ રૂા.૪૮,૦૦૦ મળી આવ્યા નહોતા .

આથી તસ્કરો દ્વારા મકાનમાંથી રોકડ રકમની ચોરી થઈ હોવાનું માલુમ પડતા એ-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા એકતરફ પ્રજાજનોની સુરક્ષા અને પેટ્રોલીંગની વાતો કરવામાં આવે છે .

ત્યારે કૃષ્ણનગર વિસ્તારમાં દિન-દહાડે ગણતરીના કલાકોમાં બંધ મકાનને તસ્કરોએ ટાર્ગેટ બનાવી રોકડ રકમની ચોરીનો બનાવ બનતા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.



Google NewsGoogle News