ચોટીલા હાઇવે પર ઓવરલોડ ખનીજનું વહન કરતા 4 ડમ્પરો ઝડપાયા
- વઢવાણ નાયબ કલેક્ટર સહીતની ટીમે ચેકિંગ હાથ ધર્યું
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરની સુચના અનુસાર વઢવાણ નાયબ કલેક્ટર નિંકુજકુમાર ધુળા તેમજ અનિરૂધ્ધસિંહ ચાવડા સહીતની ટીમ દ્વારા ચોટીલા નેશનલ હાઇવે પર ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી .
જેમાં ઓવરલોડ ખનીજનું વહન કરતા ૪ વાહનો અલગ અલગ જગ્યાએથી ઝડપી લઇ કુલ રૂપિયા ૮૦ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
ચોટીલા સ્થાનિક તંત્ર તેમજ ખાણખનીજ વિભાગની ટીમને ઉંઘતી રાખી વઢવાણ નાયબ કલેક્ટર સહીતની ટીમે દરોડો કરી ગેરકાયદેસર ઓવરલોડ ખનીજનુ્ વહન કરતા ૪ વાહનો ઝડપી લેતા સ્થાનિક તંત્ર તેમજ ખાણખનીજ વિભાગની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયાં છે.