સુરેન્દ્રનગર જિલ્લામાં જુગારના 8 દરોડામાં 37 શખ્સો ઝડપાયા 2 ફરાર

Updated: Aug 15th, 2024


Google NewsGoogle News
સુરેન્દ્રનગર જિલ્લામાં જુગારના 8 દરોડામાં 37 શખ્સો ઝડપાયા 2 ફરાર 1 - image


- રોકડ રકમ, મોબાઇલ સહીત કુલ રૃપિયા 157760 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો

- સુરેન્દ્રનગર અને જોરાવરનગરમાં જ જુગારના 6 જગ્યાએ દરોડા

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસે જુગાર અંગેના અલગ અલગ ૮ જગ્યાએ દરોડા કરવામાં આવ્યા હતાં જેમાં જુગાર રમતા ૩૭ શખ્સોને ઝડપી લીધા હતાં જ્યારે ૨ શખ્સો નાસી છુટયા હતાં . આ દરોડામાં કુલ રૃપિયા ૧૫૭૭૬૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં શ્રાવણ માસ દરમિયાન જુગારની બદીને ડામવા પોલીસ ઠેર ઠેર દરોડા કરી રહી છે ત્યારે જિલ્લામાં પોલીસે અલગ અલગ ૮ જગ્યાએ દરોડા કરી જુગારની રંગત માણતા ૩૭ શખ્સોને દબોચી લીધા હતાં. જેમાં ધ્રાંગધ્રા સિટી પોલીસે આંબેડકરનગર પ્રાથમિક શાળા નંબર ૬ પાછળ જુગાર રમતા સુરેશભાઈ બાબાભાઇ મેથાણીયા અને અજયભાઇ મુનાભાઇ ઉઘરેજીયાને રોકડા રૃપિયા ૧૯૧૦ સાથે ઝડપી લીધા હતાં. જ્યારે સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ ટીમે વડનગરમાં સ્ટ્રીટલાઇટમા અજવાળે જુગાર રમતા મહીપતભાઇ હીરાભાઇ મુંજપરા, મહીપતભાઇ કાળુભાઇ સુરેલા, વિશાલભાઇ રમેશભાઈ સાંતલપરા અને રાકેશભાઇ ચંદુભાઇ નંદાસીયાને રોકડા રૃપિયા ૧૯૩૦ સાથે ઝડપી લીધા હતાં. જ્યારે બીજા દરોડામાં મફતીયાપરામાં ગુડદીપાસાનો જુગાર રમતા સુરેશભાઈ સોંડાભાઇ ભંકોડીયા,  બળદેવભાઇ પ્રહલાભાઇ મારકોલા, ગાંડાભાઇ કરમશીભાઇ ગોલતર અને મનિષભાઇ જમનાદાસ નડીયાધારાને રોકડા રૃપિયા ૧૧૩૫૦ તેમજ ગુડદી પાસા સહીતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. તેમજ વડનગરના ગેટ પાસે જાહેરમાં જુગાર રમતા દીપકભાઇ રમેશભાઈ દેગામડીયા, રાજેશભાઇ બચુભાઇ ગોરવાડીયા અને વિજયભાઇ દેવજીભાઇ મારૃણીયાને રોકડા રૃપિયા ૧૮૨૦ સાથે ઝડપી લીધા હતાં. અને દુધરેજ ચુનાના ભઠ્ઠા પાસે સ્ટ્રીટલાઇટના અજવાળે જુગાર રમતા અલ્પેશભાઇ જીવરાજભાઇ ચામડીયા, સાહિલભાઇ ધર્મેન્દ્રભાઇ વાઘેલા, વિશાલભાઇ મુળજીભાઇ ચૌહાણ, વિજયભાઇ કાળુભાઇ સાકરીયા અને લખમણભાઇ ઉર્ફે નાનુ વાઘજીભાઇ લાંબરીયાને રોકડા રૃપિયા ૧૩૭૩૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. જ્યારે થાન પોલીસે નળખંભા ગામે જાહેરમાં જુગાર રમતા જસમતભાઇ દેવાભાઇ પનારા, રવજીભાઇ દેવાભાઇ પનારા, મુનાભાઇ વેરુભાઇ પનારા અને ગોવાભાઇ કાથડભાઇ ખાચરને રોકડ રકમ તેમજ મોબાઇલ સહીત કુલ રૃપિયા ૨૧૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં જ્યારે દરોડા દરમિયાન દશરથભાઇ અનકભાઇ ખાચર અને ગગજીભાઇ હમીરભાઇ પનારા નાસી છુટયા હતાં. તેમજ રતનપર નારાયણપરા શેરી નંબર ૭ માં રહેતા શૈલેષ સોમાભાઇ કુરીયાના રહેણાંક મકાનામં અમુક શખ્સો જુગાર રમતા હોવાની બાતમીના આધારે જોરાવરનગર પીએસઆઇ એમ.આર.ગોહિલ, વિજયસિંહ રથવી, અશોકસિંહ ગુલાબસોંહ સહીતની ટીમે દરોડો કરી રહેણાંક મકાનમાં જુગાર રમતા શૈલેષ સોમાભાઇ કુરીયા, ભીખાભાઇ બહાદુરભાઇ કુરીયા, ભુપતભાઇ વિરજીભાઇ સાંતોલા, નીતીનભાઇ શંકરભાઇ સાંતોલા, કમલેશ બચુભાઇ વેગડ અને લાભુભાઇ ભગવાનભાઇ ટીંબલાને રોકડા રૃપિયા ૧૬૨૩૦ તેમજ મોબાઇલ ફોન ૪ કિંમત રૃપિયા ૧૫૫૦૦ સહીત કુલ રૃપિયા ૩૧૭૩૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. જ્યારે બીજા દરોડામાં રતનપર ખાણ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા હિતેષ ઉર્ફે કાનો કાળુભાઇ મુંજપરા, અજયભાઇ ઘનશ્યામભાઇ જાદવ, અશ્વિનભાઇ ઘનશ્યામભાઇ કાલીયા, મેહુલ સુરેશભાઈ વેગડ, રાહુલ સુરેશભાઈ વેગડ, ચિરાગ રમેશભાઈ પવાર, વિનોદભાઇ ભરતભાઇ ગાડલીયા, કુલદીપસિંહ સુખદેવસિંહ ગોહિલ અને કાંતિભાઇ વરસીંગભાઇ મુંજપરાને ઝડપી લીધા હતાં પોલીસે સ્થળ પરથી રોકડા રૃપિયા ૧૪૨૯૦ તેમજ મોબાઇલ ફોન નંગ ૯ કિંમત રૃપિયા ૬૦ હજાર સહીત કુલ રૃપિયા ૭૪૨૯૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

સુરેન્દ્રનગરમાં 4 અલગ અલગ જગ્યાએ દરોડામાં માત્ર રોકડ રકમ જ ઝડપાઇ

સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસે શહેરમાં ૪ અલગ અલગ જગ્યાએ જુગારના દરોડા કર્યાં હતાં તે તમામ દરોડામાં જુગારીઓ પાસેથી માત્ર રોકડ રકમ જ ઝડપાઇ હતી જ્યારે મોબાઇલ કે વાહન સહીતનો મુદ્દામાલ ન ઝડપાતા એ ડિવિઝન પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયાં છે.



Google NewsGoogle News