Get The App

તિરુવેલી-જામનગર ટ્રેનમાંથી બિનવારસી દારૃની 348 બોટલ ઝડપાઇ

Updated: Nov 24th, 2024


Google NewsGoogle News
તિરુવેલી-જામનગર ટ્રેનમાંથી બિનવારસી દારૃની 348 બોટલ ઝડપાઇ 1 - image


- સુરેન્દ્રનગરમાંથી પસાર થતી ટ્રેનમાં દારૃની હેરાફેરી વધી

- ટ્રેન પુલિંગ થતાં ટીટીએ તપાસ હાથ ધરતા ભાંડો ફૂટયો, 22 હજારનો દારૃ કબજે

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી તિરુવેલી-જામનગર ટ્રેનમાંથી બિનવારસી ૪ અલગ અલગ થેલામાંથી વિદેશી દારૃની ૩૪૮ બોટલ મળી આવી હતી. ૨૨ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી સુરેન્દ્રનગર રેલવે પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી તિરુવેલી-જામનગર ટ્રેનમાં ચેઇન પુલીંગનો બનાવ બન્યો હતો. બનાવ અંગે ટીટીએ ચેકિંગ હાથ ધરતાં ટ્રેનમાં બિનવારસી હાલતમાં પાન મસાલાના થેલા મળી આવ્યા હતા. ટીટીએ આ થેલા ખોલીને ચેક કરતા અલગ અલગ બ્રાન્ડની કુલ ૩૪૮ વિદેશી દારૃની બોટલ (કિં.રૃ. ૨૨,૨૬૦) મળી આવી હતી. સુરેન્દ્રનગર રેલ્વે પોલીસે ગુનોે નોંધી તપાસની હાથ ધરી છે. નોંધનીય છે કે ટ્રેનમાં પુલિંગ કરી ગુજરાતના શહેરોમાં દારૃ ઘુસાડવાના અગાઉ ઘણી ઘટના સામે આવી ચુકી છે. 



Google NewsGoogle News