વઢવાણ-મુળચંદ રોડ પરથી દારૂ સાથે ૩ શખ્સો ઝડપાયા

Updated: Feb 29th, 2024


Google NewsGoogle News
વઢવાણ-મુળચંદ રોડ પરથી દારૂ સાથે ૩ શખ્સો ઝડપાયા 1 - image


- 9.68 લાખનો મુદ્દામાલ જપ્ત

- રાજસ્થાનથી દારૂ મંગાવી કટિંગ કરતા હતા, ચાર સામે ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર : વઢવાણ મુળચંદ રોડ પરથી સુરેન્દ્રનગર બી-ડિવિઝન પોલીસે દારૂના ચાલુ કટિંગ દરમિયાન દરોડો પાડીને રૂ.૫૨ હજારના દારૂ સાથે ૩ શખ્સોને ઝડપી પાડયા હતા. તેમજ રૂ.૯.૬૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. 

સુરેન્દ્રનગર બી-ડિવીઝન પોલીસે વઢવાણ મુળચંદ રોડ પર આવેલા શીવધારા ફ્લેટ પાસેથી ઈંગ્લીશ દારૂનો જથ્થો બહારથી લાવી કટિંગ કરતા ધરમશીભાઈ ઉર્ફે ધમો રામસીંગભાઈ પરોડીયા, ગુરૂમીતસીંગ વજીરસીંગ વીરદી (બન્ને રહે.મુળચંદ રોડ) અને વિપુલભાઈ વાહણભાઈ પાડેવાળીયા ( રહે.કડુ, તા.લખતર)ને દારૂની ૭૨ બોટલો કિંમત રૂા.૩૭,૭૦૦ તથા બીયર ટીન નંગ-૧૪૩ કિંમત રૂા.૧૪,૩૦૦, બે કાર, ૩ મોબાઈલ મળી કુલ રૂા.૯.૬૮ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

 તેમજ ઝડપાયેલા શખ્સોની પુછપરછ કરતા ઈંગ્લીશ દારૂનો જથ્થો રાજસ્થાનના નરોત્તમભાઈએ ભરી આપ્યો હોવાની કબુલાત કરી હતી. પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી ચાર શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News