સુરેન્દ્રનગરમાં વિદેશી દારૂની હેરફેર કરતા 3 શખ્સો પકડાયા

Updated: Dec 2nd, 2023


Google NewsGoogle News
સુરેન્દ્રનગરમાં વિદેશી દારૂની હેરફેર કરતા 3 શખ્સો પકડાયા 1 - image


- કારમાં દારૂનો જથ્થો લઈ જતા હતા

- દારૂ, મોબાઈલ તથા કાર મળી રૂ. 1.35 લાખનો મુદ્દામાલ કબજે

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર ૮૦ ફુટ રોડ પર એક સોસાયટી નજીક કારમાં વિદેશી દારૂની હેરફેર કરતા ૩ શખ્સોને બી-ડિવિઝન પોલીસે ઝડપી પાડયા હતા. તેમજ કારમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો તેમજ કાર સહીત કુલ રૂ.૧,૩૫,૪૫૦નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર સિટી બી-ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમી મળી હતી કે સુરેન્દ્રનગર ૮૦ ફુટ રોડ પર આવેલી હરેકૃષ્ણ સોસાયટીમાંથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી એક કાર પસાર થવાની છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.

 તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતી બાતમીવાળી કારને અટકાવી કારની તલાશી લેતા કારમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો ૧૬ નંગ કિંમત રૂા.૫,૪૫૦, કાર તથા ૩ મોબાઇલ મળી કુલ રૂા.૧,૩૫,૪૫૦ના મુદ્દામાલ સાથે ૮૦ ફુટ રોડ પર આવેલી હરેકૃષ્ણ સોસાયટીમાં રહેતા અર્જુનસિંહ બલભદ્રસિંહ ઝાલા, સુર્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા તેમજ પુષ્પરાજસિંહ રામદેવસિંહ જાડેજાને ઝડપી લઇ ત્રણેય શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



Google NewsGoogle News