સુદામડા ગામે ગેરકાયદેસર બ્લેક ટ્રેપ ખોદકામમાં 270 કરોડનો દંડ કરાયો

Updated: Oct 1st, 2023


Google NewsGoogle News
સુદામડા ગામે ગેરકાયદેસર બ્લેક ટ્રેપ ખોદકામમાં 270 કરોડનો દંડ કરાયો 1 - image


- સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીની સૌથી મોટી ખનીજ ચોરી ઝડપાઇ

- ચાર શખ્સો સામે ગેરકાયદે ખનન અને એક્સપ્લોઝિવ બ્લાસ્ટિંગ બાબતે બે અલગ ફરિયાદો નોંધાઈ, 35 પેટી જીલેટિક સ્ટિક, બે બંડલ ડીટોનેટર, 13 ડમ્પર, 7 હિટાચી મશીન સંદર્ભે ફરિયાદો દાખલ

સાયલા : સાયલા તાલુકાના સુદામડા સીમ વિસ્તારમાં ૧૦ જેટલા જુદા જુદા સર્વે નંબરમાં બ્લેક ટ્રેપનું મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ખોદકામ શનિવારે ઝડપી પાડવામાં આવ્યું હતું. જેમાં ૧૩ ડમ્પર અને ૭ હિટાચી મશીન ખોદકામ સમયે જપ્ત કરી સાયલા પોલીસ મથકે સીઝ કરવામાં આવ્યા હતા. સુદામડા ગામે ગઈકાલે ખનીજ ચોરી પ્રકરણમાં પોલીસ ફરિયાદ કરી ખાણ માપણી કરી જેમાં ૨૭૦ કરોડ જેટલો દંડ કરાયો છે. જેમાં મશીનરી સહિત ખોદકામનો આંક ગણવામાં આવ્યો હતો. આ સંદર્ભે ખોદકામ અને એક્સપ્લોઝિવની બે ફરિયાદ જુદી જુદી કરાઈ છે. ખનીજ ચોરીમાં સુરેન્દ્રનગર જિલ્લાનો અત્યાર સુધી સૌથી મોટો આંક ગણવામાં આવ્યો છે. 

શનિવારે સુદામડા સીમ વિસ્તારમાં જુદા જુદા ૧૦ જેટલા સર્વે નંબરમાંથી ગેરકાયદેસર બ્લેક સ્ટોનનું મોટા પ્રમાણમાં ખોદકામ ઝડપી પાડવામાં આવ્યું હતું. આ સંદર્ભે 

ખોદકામ તેમજ એક્ષપ્લોઝીવની બે ફરિયાદ જુદી જુદી કરવામાં આવી છે. જેમાં જીલેટિક સ્ટીક ૩૫ પેટી ઈલેટ્રિક ડીટોનેટર બંડલ બે મલી કુલ મુદ્દામાલ ૫૬,૩૦૦નો થવા પામ્યો છે. જેની તપાસ એસઓજી પીઆઈને સોંપાઈ છે. જેમાં ખોદકામ સમયે વાપરવામાં આવતા જીલેટિક સ્ટીક ડીટોનેટેડ વાયર જે આરોપી મહંમ્મદ આમીનભાઈ દેવાણી રહે. કોટડા સાંગાણી તેમના દ્વારા એક્સપોઝિવ મોકલવામાં આવતું હતું તેવું તપાસમાં ખુલતા તેમના વિરુદ્ધ પણ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.

બંને ફરિયાદમાં આરોપી સોતાજ યાદવ, કુલદીપ યાદવ, ભરત વાળા, ગભરૂ મોગલ સામે ગેરકાયદેસર ખનન તથા ગેરકાયદેસર એક્ષપ્લોઝિવનું બ્લાસ્ટિંગ કરવા બાબતે ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આ ખોદકામ કોઈ પણ જાતના પાસ પરમિટ કે લીઝ સરકારની મંજૂરી વગર છેલ્લા ચાર વર્ષથી ચાલતું હતું.

આજરોજ લીંબડી ડીવાયએસપી દ્વારા સુદામડા રોડ ઉપર આવેલી કવોરી પર ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ડીવાયએસપી ચેતન મુંધવા,એક પી આઇ, પાંચ પીએસઆઇ, ત્રણ આરટીઓના અધિકારી, જીઈબી વિભાગ, મામલતદાર કચેરીના કર્મચારી, સુરેન્દ્રનગર ખાણ ખનીજની ટીમ, સાથે ૫૦ જેટલા પોલીસ કર્મચારી તેમજ મહિલા કોન્સ્ટેબલ સહિતનો સ્ટાફ ચેકિંગની કામગીરીમાં જોડાયો હતો. 

કવોરી પર ઝીણવટ પૂર્વક તપાસ કરાતા ત્યાં હાજર રહેલા ડમ્પરો, બાઈક, ફોરવીલ લોડર સહિતના વાહનોની ચકાસણી કરવામાં આવી હતી. સાથોસાથ જરૂર જણાય તો કવોરીને પણ સીલ કરવામાં આવશે તેવું ડીવાયએસપી દ્વારા જણાવવામાં આવ્યું હતું.


Google NewsGoogle News