Get The App

ધ્રાંગધ્રા અને દસાડામાં 84 જોડાણમાં વીજ ચોરી ઝડપાતા 22 લાખનો દંડ કરાયો

Updated: Dec 15th, 2023


Google NewsGoogle News
ધ્રાંગધ્રા અને દસાડામાં 84 જોડાણમાં વીજ ચોરી ઝડપાતા 22 લાખનો દંડ કરાયો 1 - image


- આગામી સમયમાં પણ કાર્યવાહી કરાશે

- પીજીવીસીએલની 39 ટીમોએ બંને તાલુકાઓમાં 450 જેટલા વીજકનેક્શનો ચેક કર્યા, 84 જોડાણમાં ગેરરિતી પકડાઇ 

ધ્રાંગધ્રા : સુરેન્દ્રનગર જિલ્લામાં શહેરી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મોટાપાયે વીજચોરી થતી હોવાની ફરિયાદો ઉઠી છે. જેને ધ્યાને લઈ ધ્રાંગધ્રા પીજીવીસીએલ ટીમ દ્વારા ધ્રાંગધ્રા તેમજ દસાડા તાલુકામાં વીજચેકિંગ હાથ ધરી કુલ રૂા.૨૨ લાખની વીજચોરી ઝડપી પાડી હતી.

ધ્રાંગધ્રા તેમજ દસાડા તાલુકામાં વીજચોરી થતી હોવાની બાતમીના આધારે ધ્રાંગધ્રા શહેરના આંબેડકરનગર તેમજ અલગ-અલગ વિસ્તારો અને દસાડા તાલુકાના અલગ-અલગ ગામોમાં પીજીવીસીએલ તેમજ વીજીલન્સ ટીમ દ્વારા વીજચેકિંગ કરવામાં આવ્યું હતું.

 જેમાં કુલ ૩૯ વિજીલન્સ ટીમો દ્વારા વીજચેકિંગ દરમિયાન કુલ ૪૫૦ વીજ કનેકશન ચેક કરતાં તે પૈકી ૮૪ વીજકનેકશનોમાં ગેરકાયદેસર રીતે વીજજોડાણ કરી વીજચોરી થતી હોવાનું રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યું હતું અને કુલ રૂા.૨૨ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. 

આ અંગે ધ્રાંગધ્રા પીજીવીસીએલના વિભાગીય કચેરીના કાર્યપાલ ઈજનેર જે.બી.ઉપાધ્યાય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વીજચોરોને ઝડપી પાડવા આગામી દિવસોમાં પણ વીજીલન્સની ટીમો દ્વારા સખત ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને વીજચોરોને દંડ ફટકારવમાં આવશે.



Google NewsGoogle News