સુરેન્દ્રનગર જિલ્લામાં જુગારના દરોડામાં 21 શખ્સો ઝડપાયા

Updated: Aug 1st, 2024


Google NewsGoogle News
સુરેન્દ્રનગર જિલ્લામાં જુગારના દરોડામાં 21 શખ્સો ઝડપાયા 1 - image


- ઝેઝરી, થાન, અભેપર અને વઢવાણમાં જુગારના અડ્ડા પર દરોડો

- રોકડ રકમ સહિત 3.29 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ દ્વારા અલગ અલગ ૪ જગ્યાએ જુગારના દરોડા કરવામાં આવ્યા હતાં. જેમાં ઝેઝરી, અભેપર, થાન અને વઢવાણમાં જુગાર રમતા ૨૧ શખ્સોને પોલીસે કુલ રૃા.૩,૨૯,૦૩૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ઝેઝરી ગામે અમુક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ટીમે દરોડો કરી જાહેરમાં જુગાર રમતા સંજયભાઇ ઉર્ફે છંગો મેલાભાઇ ઠાકોર, સલમાનભાઇ ઉર્ફે લાલો રસુલખાન મલેક, મુરીદખાન નશીબખાન મલેક, ઉસ્માનભાઇ અસુભાઇ સીપાઇ, અયુબખાન અનવરખાન મલેક અને આરીફખાન નસીબખાન મલેકને રોકડા રૃા.૪૯,૮૭૦ મોબાઇલ ફોન નંગ-૩ તેમજ બે બાઇક સહીત કુલ રૃા.૧,૨૦,૩૭૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

 જ્યારે થાન પોલીસે થાનની જવાહર સોસાયટીમાં આદિત્ય રાજેશભાઇ પરમારના રહેણાંક મકાનમાં દરોડો કરી જુગાર રમતા આદિત્ય રાજેશભાઇ પરમાર, શૈલેષભાઇ દિનેશભાઇ પારઘી, લલીતભાઇ પ્રેમજીભાઇ પરમાર, સાગરભાઇ રાજેશભાઇ પરમાર અને એક મહિલાને જુગાર રમતા ઝડપી લીધા હતાં.

પોલીસે સ્થળ પરથી રોકડા રૃા.૧૧,૭૦૦ મોબાઇલ ફોન નંગ બે કિંમત રૃા.૧૫,૦૦૦ સહીત કુલ રૃા.૨૬,૭૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતી. તેમજ બીજા દરોડામાં થાન તાલુકાના અભેપર ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા ધનાભાઇ નરશીભાઇ મીઠાપરા, મનસુખભાઇ પોપટભાઇ ઝેઝરીયા, નેજુલભાઇ ભીખાભાઇ ઝેઝરીયા, દિનેશભાઇ વિનુભાઇ રંગપરા, ગોરધનભાઇ ગેલાભાઇ ઝેઝરીયા, વિનોદભાઇ છનાભાઇ ઝેઝરીયા અને વિરજીભાઇ વેરશીભાઇ ઝેઝરીયાને ઝડપી લીધા હતાં. 

પોલીસે સ્થળ પરથી રોકડા રૃા.૩૮,૫૬૦ તેમજ ૭ મોબાઇલ ફોન કિંમત રૃા.૩૦,૫૦૦ અને ૬ બાઇક કિંમત રૃા.૧,૧૦,૦૦૦ સહીત કુલ રૃા.૧,૭૯,૦૬૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે વઢવાણ પોલીસ ટીમે વઢવાણ ધોળીપોળ પુલ નીચે જુગાર રમતા પ્રકાશભાઇ વાલજીભાઇ દેથરીયા, અનિલભાઇ દીલીપભાઇ આજોલા અને પ્રહલાદભાઇ ભનુભાઇ નંદેસરીયાને રોકડા રૃા.૨,૯૦૦ સહીતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



Google NewsGoogle News