સુરેન્દ્રનગર જિલ્લામાં 20.26 લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે
- 2136 મતદાન મથકો પર મતદાન યોજાશે
- 10.53 લાખ પુરૂષો, 9.72 લાખ મહિલાઓ, 32 થર્ડ જેન્ડર મતદારો નોંધાયા : 85 વર્ષથી વધુ તેમજ દિવ્યાંગ સહિત 15731 મતદારો માટે પોસ્ટલ બેલેટની સુવિધા
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં લોકસભાની ચૂંટણી શાંતીપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેમજ આદર્શ આચારસંહિતાનું પાલન થાય તે માટે ચૂંટણી અધિકારી દ્વારા અધિકારીઓ સાથે સંકલન કરી કન્ટ્રોલ રૂમ, ઈસીઆઈની ગાઈડલાઈન, ચેકપોસ્ટ, નોડલ અધિકારી, મતદાન મથકો, સંવેદનશીલ મતદાન મથકો, મતદાન સ્ટાફ સહિતની બાબતો અંગેની સમીક્ષા કરવામાં આવી હતી.
જે અંતર્ગત જિલ્લાના ૭ વિધાનસભા વિસ્તારમાં શહેરી વિસ્તારમાં ૪૪૫ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧,૬૯૧ મળી કુલ ૨,૧૩૬ મતદાન મથકો પર લોકસભાની ચૂંટણી યોજાશે. સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તારમાં અલગ-અલગ ૭ વિધાનસભામાં ચૂંટણી વિભાગ દ્વારા યુનિક પોલિંગ સ્ટેશન રાખવામાં આવ્યા છે.
જેમાં મહિલા સંચાલિત કુલ ૪૯ મતદાન મથકો, ૭-મોડેલ મતદાન મથકો, ૭-પીડબલ્યુડી સંચાલિત મતદાન મથકો, ૧-યુથ મતદાન મથક ઉભા કરવામાં આવશે. જ્યારે કુલ-૧૫૧૭ મતદાન મથકો પર ૧૯૭ ઝોનલ ઓફીસર હાજર રહેશે. આ ઉપરાંત ૯,૧૦૦ રીઝર્વ મતદાન સ્ટાફની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
જ્યારે સંવેદનશીલ મતદાન મથકો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સહિત પેરા મીલેટ્રી ફોર્સ તૈનાત રહેશે અને કુલ મતદાન મથકો પૈકી ૫૦ ટકા મતદાન મથકો ઉપર વેબકાસ્ટીંગ અને રેકોર્ડીંગ પણ કરવામાં આવશે. તેમજ ૮૫ વર્ષથી વધુ ઉંમરવાળા, ૪૦ ટકાથી વધુ દિવ્યાંગ મતદારો અને કોરોનાથી સંક્રમીત મતદારોને ટપાલ દ્વારા પણ મતદાન કરવાની વ્યવસ્થા કરાઈ છે.
જેમાં સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારમાં ૨,૮૪૪ દિવ્યાંગ મતદારો નોંધાયા છે.
સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તારના મતદારોની સંખ્યા
વિધાનસભા પુરૂષ મતદારો સ્ત્રી મતદારો અન્ય કુલ
વઢવાણ ૧,૫૭,૩૫૫ ૧,૪૭,૮૮૬ ૦૬ ૩,૦૫,૨૪૭
ચોટીલા ૧,૩૯,૯૧૩ ૧,૨૭,૬૬૦ ૦૯ ૨,૬૭,૫૮૮
ધ્રાંગધ્રા ૧,૬૨,૮૭૮ ૧,૫૦,૪૯૧ ૦૪ ૩,૧૩,૩૭૩
લીંબડી ૧,૫૨,૯૧૩ ૧,૩૮,૮૪૨ ૦૪ ૨,૯૧,૭૫૯
દસાડા ૧,૩૯,૦૮૮ ૧,૨૮,૬૭૫ ૦૧ ૨,૬૭,૭૬૪
ધંધુકા ૧,૪૫,૮૧૮ ૧,૩૧,૨૦૪ ૦૨ ૨,૭૭,૦૨૪
વિરમગામ ૧,૫૫,૮૩૬ ૧,૪૭,૬૫૫ ૦૬ ૩,૦૩,૪૯૭
કુલ... ૧૦,૫૩,૮૦૭ ૯,૭૨,૪૧૩ ૩૨ ૨૦,૨૬,૨૫૨