Get The App

ઝાલાવાડમાં છરી, પાઇપ, ધોકા સાથે વધુ 18 શખ્સ ઝડપાયા

Updated: Nov 17th, 2024


Google NewsGoogle News
ઝાલાવાડમાં છરી, પાઇપ, ધોકા સાથે વધુ 18 શખ્સ ઝડપાયા 1 - image


- હથિયારબંધીનું જાહેરનામું માત્ર કાગળ પર

- બજાણા, ધ્રાંગધ્રા, ચોટીલા, મુળી, પાટડી, સુરેન્દ્રનગર, વઢવાણ સહિતના વિસ્તારમાં પોલીસનું ચેકિંગ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં છરી, લોખંડના પાઇપ અને લાકડાના ધોકા સાથે  અલગ અલગ સ્થળેથી ૧૮ શખ્સો ઝડપાયા હતા. પોલીસે તમામ સામે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા હથિયારબંધીનો ભંગ બદલ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસે મોટી મજેઠી પાસેથી ધીરુભાઈ જેસીંગભાઇ વઘાડીયાને લોખંડના પાઇપ સાથે, પીપળીયા ગામના બસ સ્ટેશન પાસેથી આરીફશા શતારશા શામદારને છરી સાથે ઝડપી લીધો હતો.દસાડા પોલીસે શંખેશ્વર હાઇવે પરથી કારમાં લાકડી સાથે ઇશબખાન અનવરભાઇ રાજાને ઝડપી લીધા હતાં. ધ્રાંગધ્રા સિટી પોલીસે મિલનભાઇ ચીકાભાઇ અખીયાણી,બીપીનભાઇ હરખાભાઇ પરમાર, કરણભાઇ ચીકાભાઇ સોલંકી, ગૈસમહંમદભાઈ યુસેનભાઇ કુરેશી, મુકેશભાઇ ભાવુભાઇ કુરેશી, સુરેશભાઈ લઘુભાઇ અજાણી, દાઉદશા છોટુશા સામદાર,નવઘણભાઇ નરશીભાઇ કુંભાણી, નરેશભાઇ તેજાભાઇ નાયક, ચિરાગભાઇ દેવિંચંદભાઇ બાડમેરા, વિશાલભાઇ રાજુભાઇ ચોવસીયાદ સચિન તલાજીભાઇ દેત્રોજા,હસનભાઇ હુસેનભાઇ જેડા,સંજયભાઇ ગાંડુભાઇ જોગરાણા સહિતનાઓને છરી, લોખંડના પાઇપ, લાકડાના ધોકા સાથે ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


Google NewsGoogle News