Get The App

થાન પંથકની 17 વર્ષની સગીરા સાથે 8 શખ્સો સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ચકચાર

Updated: Oct 19th, 2024


Google NewsGoogle News
થાન પંથકની 17 વર્ષની સગીરા સાથે 8 શખ્સો સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ચકચાર 1 - image


- સગીરાના ભાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું

- છેલ્લા 7 મહિનાથી અલગ-અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચરતા હતા

- પોલીસે ગણતરીના કલાકોમાં 8 શખ્સો પૈકી એક શખ્સને ઝડપી પાડી કાર્યવાહી હાથધરી

સુરેન્દ્રનગર : સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ સગીરા અને યુવતીઓ પર દુષ્કર્મના બનાવો વધી રહ્યા છે ત્યારે થાન પંથકમાં રહેતી ૧૭ વર્ષની સગીરાને છેલ્લા ૦૭ મહિનામાં બળજબરીથી અલગ અલગ જગ્યાએ લઇ જઇ ૦૮ શખ્સો દ્વારા દુષ્કર્મ આચર્યાની ફરીયાદ સગીરાની માતાએ પોલીસ મથકે નોંધાવતા થાન સહીત સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જેમાં પોલીસે ફરીયાદના આધારે દુષ્કર્મ આચરનાર આરોપીઓ પૈકી એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગરના થાન પંથકમાં રહેતી ૧૭ વર્ષીય સગીરાનું અજય ભરવાડ અને કાનો ઉર્ફે હરિ (રહે. થાન)એ અપહરણ કર્યું હતું. બાદમાં સગીનાના ભાઈને ઉપાડી લઈ જવાની અને મારી નાખવાની ધમકી આપી અજય ભરવાડ, અજય મનાભાઇ અલગોતર, શૈલેષ ઉકાભાઇ અલગોતર, ધુ્રવભાઈ મહેન્દ્રભાઇ ચાવડા, કૌશિકભાઈ ઉર્ફે લાલાભાઈ હરેશભાઇ ગોસ્વામી, વિજયસિંહ નરેન્દ્રસિંહ સોલંકી અને દર્શન મુકેશભાઇ સદાદીયાએ સાત મહિનામાં સગીરાને અલગ- અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું.

આ અંગે સગીરાએ પરિવારજનોને જાણ કરતા સગીરાની માતાએ આઠ શખ્સો વિરૃદ્ધ થાનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આઠેય શખ્સો વિરૃદ્ધ પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોધ્યો હતો. તેમજ એક આરોપીને ઝડપી પાડી રાઉન્ડઅપ કર્યો હતો.  તેમજ અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા

જિલ્લા પોલીસ વડાએ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવા સુચના આપતા સુરેન્દ્રનગર જિલ્લાના થાન પંથકમાં રહેતી ૧૭ વર્ષની સગીરાને ૦૮ શખ્સો દ્વારા અલગ અલગ જગ્યાએ લઇ જઇ દુષ્કર્મ આચર્યાની ફરીયાદ નોંધાઇ છે. જે મુજબ ફરિયાદીની ૧૭ વર્ષની સગીર દિકરીને તમામ આરોપીઓ દ્વારા કાયદેસરના વાલીપણામાંથી મુક્ત કરી અપહરણ કરી સાત મહિનામાં અલગ-અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચાર્યું હતું તેમજ સગીરાના ભાઈને ઉપાડી લઈ જવાની અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જે મામલે ભોગ બનનાર સગીરાએ પરિવારજનોને જાણ કરતા સગીરાની માતાએ ૮ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે પોસ્કો એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે અને ગણતરીના કલાકોમાં આરોપીઓ પૈકી એક આરોપીને ઝડપી પાડી અન્ય નાસી છુટેલ આરોપીઓને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે બીજી બાજુ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ જીલ્લા પોલીસવડા ડો.ગીરીશકુમાર પંડયાએ પણ ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતના અધિકારીઓને કડક સુચનાઓ આપી દુષ્કર્મના બનાવના તમામ આરોપીઓને ઝડપી પાડવા તાકીદ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ ધ્રાંગધ્રાના રાવળીયાવદર ગામે પણ સગીરા સાથે દુષ્કર્મનો બનાવ બન્યો હતો જે બનાવની શાહી હજુ સુકાઇ નથી ત્યાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવતા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય અને ગુનેગારોમાં પોલીસનો કોઇ ડર ન હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.

૧૭ વર્ષની સગીરા સાથે દુષ્કર્મના બનાવના આરોપીઓ

(૧) અજય ભરવાડ (૨) અજય મનાભાઇ અલગોતર (૩) શૈલેષ ઉકાભાઇ અલગોતર (૪) ધૃ્રવભાઈ મહેન્દ્રભાઇ ચાવડા (૫) કૌશિકભાઈ ઉર્ફે લાલાભાઈ હરેશભાઇ ગોસ્વામી (૬) વિજયસિંહ નરેન્દ્રસિંહ સોલંકી (૭) દર્શન મુકેશભાઇ સદાદીયા અને (૮) કાનો ઉર્ફે હરી તમામ રહે.થાનવાળા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.



Google NewsGoogle News