ઝાલાવાડમાં ૧૧ દિવસમાં ગેરકાયદે હથિયારના ૧૬ કેસ નોંધાયા : ૨૪ની ધરપકડ
- ગુનાખોરી વધતા
ગેરકાયદેસર હથિયાર સામે કાર્યવાહી
- પોલીસે રસ્તા
પર લાકડી, છરી, ધોકા સાથે પસાર થતાં ૧૭ શખ્સ સામે ગુનો નોંધ્યો
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ૧૧ દિવસમાં હથિયારો સાથેના ૪૦થી વધુ ગુનાઓ નોંધ્યા છે. પોલીસે ગેરકાયદેસર હથિયાર તેમજ અન્ય હથિયારો સાથે ૪૦થી વધુ શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગર
જિલ્લામાં વધી રહેલા ગુનાખોરીના બનાવો રોકવા તેમજ ગેરકાયદેસર હથિયારો સાથે આરોપીઓને
ઝડપી પાડવા ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. ડ્રાઈવમાં અલગ-અલગ ટીમો દ્વારા શહેરી વિસ્તારો
તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ હાથધરી ગેરકાયદેસર હથિયારોના કેસ કરી કાર્યવાહી
હાથ ધરાઈ હતી.
પોલીસ પેટ્રોલિંગ
દરમિયાન ગત તા.૦૧ નવેમ્બરથી અત્યાર સુધીમાં ગેરકાયદેસર હથિયારના ૧૬ કેસમાં કુલી ૨૪
આરોપીઓને ઝડપી પાડયા છે. જેમાં સાયલા પોલીસ દ્વારા ત્રણ એલસીબી ટીમ, ચાર એસઓજી પોલીસ,
લખતર-ચોટીલા-પાણશીણા-થાન અને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા એક એક ગેરકાયદેસર હથિયારના
કેસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાંથી હથિયાર બંધીના જાહેરનામાનું
ઉલંધ્ધન કરી લાકડી, છરી, ધોકા, પાઈપ સહિતના હથિયારો સાથે જાહેર રસ્તા પર પસાર થતા ૧૭
શખ્સો સામે પણ ગુનોે નોંધી કાર્યવાહી હાથધરી છે. છેલ્લા ૧૧ દિવસમાં પોલીસે અંદાજે ૪૦થી
વધુ કેસ અલગ-અલગ પોલીસ મથકે દાખલ કર્યા છે.