થાનમાં મકાનમાં જુગાર રમતા 12 શખ્સો ઝડપાયા
- એક લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધ્યો
સુરેન્દ્રનગર : થાનમાં મકાનમાં ચાલી રહેલા જુગારના અડ્ડા પર પોલીસે દરોડો પાડીને ૧૨ શખ્સોને એક લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
થાનમાં આવેલા સીરામીક એકમ પાસે રહેતા સંજયભાઈ ગોવિંદભાઈ પોતાના મકાનમાં જુગાર રમાડતા હોવાની બાતમીના આધારે થાન પોલીસે દરોડો કર્યો હતો. જેમાં જુગાર રમતા સંજયભાઈ ગોવિંદભાઈ પરમાર, પ્રવિણભાઈ નાગરભાઈ મકવાણા, અજીતભાઈ કરશનભાઈ ગોહિલ, દલપતભાઈ પ્રેમજીભાઈ સોલંકી, ચંદુભાઈ મગનભાઈ ચૌહાણ, બાબુભાઈ ગેલાભાઈ પરમાર, નરેશભાઈ આલાભાઈ વાળા, બાબુભાઈ ગેલાભાઈ મકવાણા, છનાભાઈ પાલાભાઈ રાઠોડ, પ્રવિણભાઈ સવજીભાઈ મકવાણા, કિશોરભાઈ દાદુભાઈ મકવાણા અને અરવિંદભાઈ દિનેશભાઈ ખીમસુરીયા (તમામ રહે.થાન)ને ઝડપી પાડ્ હતા.
પોલીસે રૂા.૨૦,૪૩૦ રોકડ, ૬ મોબાઈલ, ૨ બાઈક મળી કુલ રૂા.૧,૦૦,૯૩૦નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.