સુરેન્દ્રનગર જિલ્લામાંથી છરી, લાકડી સાથે 11 શખ્સ ઝડપાયા
હથિયારોબંધીના જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી
ચોટીલા, ધ્રાંગધ્રા, પાટડી, સુરેન્દ્રનગર, જોરાવરનગર અને વઢવાણમાં ચેકીંગ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાંથી ૧૧ શખ્સો છરી, લાકડી સહીતના હથિયારો સાથે ઝડપાયા છે. જેમાં ચોટીલા, ધ્રાંગધ્રા, જોરાવરનગર, પાટડી, સુરેન્દ્રનગર અને વઢવાણ પોલીસ મથક વિસ્તારમાંથી ૯ શખ્સોને છરી સાથે જ્યારે બે શખ્સોને લાકડી સાથે ઝડપી લઇ હથિયારબંધી જાહેરનામા ભંગ અંગેનો ગુનોે નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં જાહેરમાં છરી લાકડાના ધોકા સહીતના હથિયારો સાથે ફરતા શખ્સો દ્વારા લોકોમાં ભય ફેલાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ચોટીલાના બોરીયાનેશ ગામ પાસેથી દીલુભાઇ રામુભાઇ મંદીરીયાને અને ચોટીલા પેટ્રોલ પંપ પાસેથી સુનિલભાઇ મદનલાલ બારોટને છરી સાથે ઝડપી લીધા હતાં. જ્યારે દસાડા પોલીસે દસાડા ત્રણ રસ્તા પાસેથી ભરતભાઇ રમેશભાઈ લેઢવાણીયાને અને પાટડી પોલીસે ઇન્દીરાનગર પાસેથી મુકેશભાઇ રામજીભાઇ સુરેલાને લાકડી સાથે ઝડપી લીધા હતાં.
ધ્રાંગધ્રા પોલીસે રંગોલી હોટલ નજીકથી દિપકભાઇ મહેશભાઇ કણઝરીયા તેમજ ધ્રાંગધ્રા હરીપર રોડ પરથી સદામભાઇ હુસેનભાઇ સામતાણીને અને કલ્પના ચોકડી પાસેથી મહેશભાઇ બબાભાઇ સોનેચાને છરી સાથે ઝડપી લીધા હતાં. જોરાવરનગર પોલીસે રતનપર ઢાળ પાસેથી ફેસલ ઇબ્રાહિમભાઇ મોવરને તેમજ આરીફ સાઉદીનભાઇ જામને છરી સાથે ઝડપી લીધો હતો. જ્યારે સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસે મોચી બજારમાંથી સદામભાઇ યુનુશભાઇ જેડાને છરી સાથે દબોચી લીધો હતો. થાન પોલીસે મેલડી માતાના મંદિર પાસેથી જયેશભાઇ ભલાભાઇ સોલંકીને છરી સાથે ઝડપી લીધો હતો. તેમજ વઢવાણ પોલીસે ગંગાવાવ પાસેથી ગીરીશભાઇ વાઘજીભાઇ પરમારને છરી સાથે ઝડપી લીધો હતો. તમામ શખ્સો વિરૃધ્ધ હથિયારબંધી જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.