સુરેન્દ્રનગર જિલ્લામાં જુગારના 4 દરોડામાં એક મહિલા અને 21 શખ્સો ઝડપાયા 1 ફરાર

Updated: Aug 13th, 2024


Google NewsGoogle News
સુરેન્દ્રનગર જિલ્લામાં જુગારના 4 દરોડામાં એક મહિલા અને 21 શખ્સો ઝડપાયા 1 ફરાર 1 - image


- રોકડ રકમ, મોબાઇલ અને બાઇક સહીત કુલ રૃપિયા 304060 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો

- કોરડા, જોરાવરનગર અને સુરેન્દ્રનગરમાં દરોડા

- જસદણથી કોરડા ગામે જુગાર રમવા આવેલ મહિલા પણ ઝડપાઈ 

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના કોરડા ગામની સીમમાં તેમજ જોરાવરનગર અને સુરેન્દ્રનગર પોલીસે જુગારના દરોડા કરી જુગાર રમતી એક મહિલા અને ૨૧ શખ્સોને ઝડપી પાડયા હતાં જ્યારે એક શખ્સ નાસી છુટયો હતો. દરોડામાં રોકડ રકમ તેમજ મોબાઇલ અને બાઇક સહીત કુલ રૃા.૩,૦૪,૦૬૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. એલસીબી રતનપરના સુધારા પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા રાજેન્દ્રસિંહ માધુભા પરમાર, હૈદરભાઇ મહંમદભાઇ મુલા, અમીરભાઇ કરીમભાઇ મોવર, ગફારભાઇ આમદભાઇ જેડા, ઇકબાલભાઇ રહીમભાઇ કટીયા અને જુમાભાઇ ઇકબાલભાઇ મોવરને સુરેન્દ્રનગર એલસીબીએ રોકડા રૃ.૧૮,૮૫૦, પાંચ મોબાઇલ સહિત કુલ રૃ.૪૧,૦૫૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. 

તેમજ જોરાવરનગર હનુમાન ચોક લાતીબજાર વિસ્તારમાં ગુડદી પાસાનો જુગાર રમતા રાહુલભાઇ જીજ્ઞોશભાઇ સારદીયા અને રાકેશભાઇ જયંતિભાઇ ઓગણીયાને રોકડા રૃ.૧૧,૦૮૦, બે મોબાઇલ મળી કુલ રૃ.૧૬,૫૮૦ના મુદ્દામાલ સાથે જોરાવરનગર પોલીસે ઝડપી પાડયા હતા. જ્યારે ચુડા તાલુકાના કોરડા ગામની સીમમાં ભાવેશભાઇ સંઘાભાઇ શેખની કોરડા ગામની ટીંબાવાળા સીમમાં આવેલી વાડીના શેઢે ઓરડી પાસે બહારથી માણસોને બોલાવી જુગાર રમાડવામાં આવતો હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર એલસીબીએ દરોડો કર્યો હતો. જેમાં જુગાર રમતા હરસુખભાઇ ગોવિંદભાઇ બાવળીયા (રહે. ગઢશીરવાણીયા), થોભણભાઇ જવેરભાઇ ધોરીયા (રહે. ખીંટલા), નરેશભાઇ કનાભાઇ મકવાણા, દલસુખભાઇ લાલજીભાઇ જોગરાજીયા, મનસુખભાઇ પાલાભાઇ મકવાણા, ભરતભાઇ જીલાભાઇ લીંબડીયા , કલ્પેશભાઇ રૈયાભાઇ માલકીયા (પાંચેય રહે. કોરડા), હસમુખભાઇ લક્ષ્મણભાઇ મકવાણા, ગુલાબભાઇ શીવાભાઇ ચાવડા,  (બંને રહે. થોરીયાળી), (રહે. થોરીયાળી,  રહે થોરીયાળી અને ઉર્મિલાબેન પ્રવિણભાઇ ગોંડલીયા રહે જસદણ વાળાને ઝડપી લીધા હતાં. જ્યારે જુગારનો અખાડો ચલાવનાર ભાવેશભાઇ સંઘાભાઇ શેખ દરોડા દરમિયાન નાસી છુટયો હતો. પોલીસે સ્થળ પરથી રોકડા રૃપિયા ૧૩૪૪૦૦ તેમજ મોબાઇલ ફોન નંગ ૧૦ કિંમત ૫૦ હજાર અને ૩ બાઇક કિંમત રૃપિયા ૬૦ હજાર સહીત કુલ રૃપિયા ૨૪૪૪૦૦ નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ ટીમે મફતીયાપરામાં સ્ટ્રીટલાઇના અજવાળે જુગાર રમતાં બાબુભાઇ ઉકાભાઇ પનારા, કીરીટભાઇ પ્રવિણભાઇ પનારા અને રોહિતભાઇ ઉર્ફે ટકો ઉર્ફે ભાણો ચકાભાઇ કોરડીયાને રોકડા રૃપિયા ૨૦૩૦ સાથે ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.



Google NewsGoogle News