ચોટીલામાં વિદેશી દારૃ સાથે 1 શખ્સ ઝડપાયો
- બે સ્થળોએ દરોડા
- ત્રણ શખ્સો ફરાર, ૨૯ હજારનો મુદ્દામાલ જપ્ત
સુરેન્દ્રનગર : ચોટીલા પોલીસે શહેરમાં અલગ અલગ બે જગ્યાએ દરોડા કરી રૃા.૨૯,૪૦૦ની કિંમતનો વિદેશી દારૃ અને બીયરનો જથ્થો ઝડપી પાડયો હતો. દરોડા દરમિયાન માત્ર ૧ જથ્થો ઝડપાયો હતો. જ્યારે ત્રણ શખ્સો મળી આવ્યા નહતા.
ચોટીલા પોલીસે ખુશીનગરમાં રહેતા પ્રદીપભાઇ જીલુભાઇ ખાચરના મકાનમાં દરોડો કરી વિદેશી દારૃની ૧૨ બોટલો અને બીયરના ૪૬ ટીન ઝડપી પાડયા હતા. જ્યારે મકાન માલિક પ્રદીપ મળી આવ્યો નહતો. પોલીસે રૃ.૧૪,૪૦૦નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધ્યો હતો.
તેમજ દુધેલી રોડ પર રહેતા મનીષભાઇ લાખાભાઇ ઘાંઘળના મકાનમાં દરોડો કરી વિદેશી દારૃની ૧૫ બોટલો અને બીયરના ૪૦ ટીન સાથે પોલીસે મનીષભાઈને ઝડપી પાડયો હતો. આ દારૃનો જથ્થો વિંછીયા તાલુકાના મોટા માત્રા ગામના કીરણભાઇ અનકભાઇ ધાધલ અને કિશોરભાઇ બહાદુરભાઇ ખાચર પાસેથી લાવ્યા હોવાની કબુલાત કરી હતી. પોલીસે રૃ.૧૫ હજારનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.