સુરેન્દ્રનગરમાં ધોળા દિવસે મકાનના તાળા તોડી 1.15 લાખની મત્તાની ચોરી

Updated: Jun 11th, 2024


Google NewsGoogle News
સુરેન્દ્રનગરમાં ધોળા દિવસે મકાનના તાળા તોડી 1.15 લાખની મત્તાની ચોરી 1 - image


- સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહીતનો મુદ્દામાલ ચોરી તસ્કરો પલાયન

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરના દાળમીલ રોડ વિસ્તારમાં આવેલ ત્રીદેવ પાર્કમાં બંદ રહેણાંક મકાનમાં ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યા હતા .અને રોકડ રકમ તેમજ મોબાઇલ સહીત કુલ રૂા.૧,૧૫,૮૦૦ના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયાં હતાં .આ મામલે સુરેન્દ્રનગર સિટી એ-ડિવિઝન પોલીસ મથકે ચોરી અંગેની ફરીયાદ નોંધાતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

સુરેન્દ્રનગર શહેરના દાળમીલ રોડ વિસ્તારમાં રહેતા અને એલઆઇસી એજન્ટ તરીકે ફરજ બજાવતા કાનજીભાઇ વિશાલભાઇ મારૂણીયા પરિવાર સાથે સવારે અંદાજે ૧૦.૩૦ વાગ્યાના સમયગાળામાં લીંબડી ખાતે પ્રસંગમાં ગયા હતા અને બપોરે અંદાજે ૩.૧૫ વાગ્યાના સમયગાળામાં લીંબડીથી પ્રસંગમાં પરત ફરતસ ઘરના દરવાજાનું ઇન્ટરલોક તુટેલુ જોવા મળ્યું હતું .

ત્યાર બાદ ઘરમાં તપાસ કરતા ઘરમ?ાં રહેલા લાકડના કબાટનો તમામ સામાન અસ્તવ્યસ્ત જોવા મળતા ચોરી થયાં અંગેની જાણ થતાં મકાન માલિક કાનજીભાઇ દ્વારા સુરેન્દ્રનગર સિટી એ-ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા એ-ડિવિઝન પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ કરતા ઘરમાંથી રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીના સહીત કુલ રૂપિયા ૧૧૫૮૦૦ ના મુદ્દામાલની ચોરી અંગેની ફરીયાદ નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.

માત્ર પાંચ કલાક મકાન બંધ રહ્યું ને તસ્કરોએ હાથફેરો કરી ગયા

સુરેન્દ્રનગર દાળમિલ રોડ પર ત્રિદેવ પાર્કમાં રહેતો પરિવાર સવારે અંદાજે ૧૦.૩૦ વાગ્યે લીંબડી જવા નિકળ્યો હતો અને બપોરે અંદાજે ૩.૧૫ કલાકે પરત ફરી ગયો હતો આમ માત્ર પાંચ કલાક જ મકાન બંધ રહેવા છતાં ધોળા દિવસે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવીને પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હતો.



Google NewsGoogle News