ઝિમ્બાબ્વેની ટીમે ઈતિહાસ રચ્યો, ભારતનો રેકોર્ડ તોડી T20 મેચમાં નોંધાવ્યો સૌથી મોટો સ્કોર
Zimbabwe's Cricket Team Broke India's Record : T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઈતિહાસમાં સર્વોચ્ચ સ્કોરનો નવો રેકોર્ડ બન્યો છે. અને આ રેકોર્ડ ભારત, ઓસ્ટ્રેલિયા કે ઈંગ્લેન્ડ જેવી દિગ્ગજ ટીમોએ નથી કર્યું. થોડા દિવસ પહેલા જ ICC પૂર્ણ સભ્ય દેશોમાં ભારતીય ટીમે 297 રન બનાવીને સર્વોચ્ચ સ્કોરનો નવો રેકોર્ડ બનાવ્યો હતો. પરંતુ તેના 11 દિવસ બાદ આ રેકોર્ડ ઝિમ્બાબ્વેએ તોડી નાખ્યો છે.
ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમે બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ
સિકંદર રઝાની કેપ્ટનશીપમાં ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમે ગેમ્બિયા સામે 20 ઓવરમાં 344 રન બનાવીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે. આ પહેલા આ રેકોર્ડ નેપાળ સામે હતો. જેણે મંગોલિયા સામે 314 રન બનાવ્યા હતા. હાલમાં કેન્યાની રાજધાની નૈરોબીમાં મેન્સ T20 વર્લ્ડકપના આફ્રિકા સબ-રીઝનની ક્વોલિફાયર મેચો રમાઈ રહી છે. આ ક્વોલિફાયર ટૂર્નામેન્ટમાં ઝિમ્બાબ્વે અને ગામ્બિયા વચ્ચે 23 ઓક્ટોબરે મેચ રમાઈ હતી.
Zimbabwe 344/4 Highest Ever Score In The History Of T20I Cricket♥️🇿🇼#Zimbabwe pic.twitter.com/U4WDaAzOLg
— Fragrance (@Fragrance893097) October 23, 2024
દરેક બેટરે શાનદાર બેટિંગ કરી
આ મેચમાં ઝિમ્બાબ્વેની ટીમ પહેલા બેટિંગ કરવા ઉતરી હતી. ડીયોન માયર્સ સિવાય દરેક બેટરે શાનદાર બેટિંગ કરી હતી. ઓપનર બ્રાયન બેનેટ અને ટી મારુમાનીએ મળીને 5.4 ઓવરમાં 98 રન બનાવ્યા હતા. મારુમાનીએ માત્ર 19 બોલમાં 62 રન બનાવીને આઉટ થયો હતો. બેનેટે પણ 26 બોલમાં 50 રન બનાવ્યા હતું. પરંતુ આ પછી કેપ્ટન સિકંદર રઝાએ તોફાની બેટિંગ કરી હતી. સિકંદરે પોતાની બેટિંગ વડે ચોગ્ગા અને છગ્ગા ફટકારીને ગેમ્બિયાના બોલરોને ઘૂંટણયે લાવી દીધા હતા.
આ પણ વાંચો : ટેસ્ટ રેન્કિંગમાં આ દિગ્ગજ ભારતીય બેટરે કોહલીને પાછળ છોડ્યો, બોલર બુમરાહ ટોપ પર
કેપ્ટન સિકંદર રઝાએ રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો
સિકંદરે માત્ર 33 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. જે T20Iમાં ICC પૂર્ણ સભ્યોની ટીમોમાં સૌથી ઝડપી સદીનો નવો રેકોર્ડ છે. તેણે પૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને દક્ષિણ આફ્રિકાના ડેવિડ મિલરના રેકોર્ડ તોડી નાખ્યો હતો. બંનેએ 35 બોલમાં સદી ફટકારી હતી. રજાએ ક્લાઈવ મંડાડે સાથે મળીને 40 બોલમાં 141 રનની ભાગીદારી કરી હતી. અને ટીમને 20 ઓવરમાં 344 રનના વર્લ્ડ રેકોર્ડ સ્કોર સુધી પહોંચાડી હતી. આ રીતે તેણે ગયા વર્ષે એશિયન ગેમ્સમાં નેપાળ દ્વારા બનાવેલા 314 રનના વર્લ્ડ રેકોર્ડને તોડી નાખ્યો હતો. જ્યારે પૂર્ણ સભ્ય દેશોમાં આ રેકોર્ડ ભારતીય ટીમના નામે છે. જેમાં હાલમાં ભારતે બાંગ્લાદેશ સામે 297 રન બનાવ્યા હતા.
છગ્ગાનો વર્લ્ડ રેકોર્ડ પણ તોડી નાખ્યો
આ ઇનિંગમાં ઝિમ્બાબ્વેના બેટરોએ ઘણાં છગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન સિકંદર રઝાએ સૌથી વધુ 15 છગ્ગા માર્યા હતા. આ સિવાય તેના બેટમાંથી 7 ચોગ્ગા પણ આવ્યા હતા. 17 બોલમાં 55 રન બનાવનાર મંડાડે પણ 5 છગ્ગા માર્યા હતા. મારુમાનીએ પણ 4 છગ્ગા ફટકાર્યા હતા. ઝિમ્બાબ્વેની ટીમે પૂરી ઇનિંગમાં 27 છગ્ગા ફટકાર્યા હતા. અને આ મામલામાં નેપાળ 26 છગ્ગાનો વર્લ્ડ રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો.