IND vs ZIM : ભારતનો ઝિમ્બાબ્વે સામે 100 રને વિજય, અભિષેકની સદી અને બોલરોની કમાલ

ભારતનો સ્કોર 20 ઓવરમાં 234/2, અભિષેકના 100, ગાયકવાડના 77 અને રિંકુ સિંઘના 48 રન, મુકેશ કુમાર અવેશ ખાનની ત્રણ-ત્રણ, રવિ બિશ્નોઈની બે, વોશિંગ્ટન સુંદરની એક વિકેટ : ઝિમ્બાબ્વેની ટીમ 134 રનમાં ઓલઆઉટ

Updated: Jul 7th, 2024


Google NewsGoogle News
IND vs ZIM : ભારતનો ઝિમ્બાબ્વે સામે 100 રને વિજય, અભિષેકની સદી અને બોલરોની કમાલ 1 - image

IND vs ZIM 2nd T20I : ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાઈ રહેલી પાંચ ટી20 ઈન્ટરનેશનલ સિરીઝની બીજી મેચમાં ભારતનો 100 રને વિજય થયો છે. ભારતે નિર્ધારિત 20 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 234 રન નોંધાવ્યા હતા, જેના જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ 134 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. છે. અગાઉ પ્રથમ ટી20 મેચમાં ભારતનો 13 રને પરાજય થયો છે. આજની મેચમાં બેટિંગમાં અભિષેક શર્મા, ઋતુરાજ ગાયકવાડ અને રિંકુ સિંગની દમદાર બેટિંગ જોવા મળી હતી, તો બીજીતરફ ભારતીય બોલરો પણ ઝિમ્બાબ્વેના ખેલાડીઓ પર હાવી બની ગયા હતા.

અભિષેક શર્મા અને ઋતુરાજ ગાયકવાડ વચ્ચે 137 રનની ભાગીદારી

ભારતે નિર્ધારિત 20 ઓવરમાં બે વિકેટે 234 રન નોંધાવી ઝિમ્બાબ્વેને જીતવા માટે 235 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતે બીજી ઓવરમાં ગિલની પ્રથમ વિકેટ ગુમવી હતી. જોકે ત્યારબાદ અભિષેક શર્મા અને ઋતુરાજ ગાયકવાડે દમદાર બેટિંગ કરી ભારતને મજબૂત સ્થિતિમાં લઈ ગયા બાદ શર્મા અને ગાયકવાડ વચ્ચે 137 રનની ભાગીદારી થઈ હતી. શર્મા સદી ફટકારી આઉટ થયા બાદ રિંકુ સિંઘ મેદાનમાં આવ્યો હતો અને તેણે આવતાની સાથે જ વિસ્ફોટ બેટિંગ શરૂ કરી દીધી છે. રિંકુ અને ગાયકવાડ વચ્ચે 87 રનની ભાગીદારી કરી હતી.

અભિષેકની સદી, ઋતુરાજ અર્ધસદી

આજની મેચમાં અભિષેક શર્માએ 47 બોલમાં સાત ફોર અને આઠ સિક્સની મદદથી 100 રન નોંધાવ્યા છે. જ્યારે ઋતુરાજ ગાયકવાડે 47 બોલમાં 11 ફોર અને એક સિક્સ સાથે અણનમ 77 રન, રિંકુ સિંઘે 22 બોલમાં બે ફોર અને પાંચ સિક્સ સાથે અણનમ 48 રન અને સુકાની શુભમનગિલે ચાર બોલમાં બે રન નોંધાવ્યા છે.

ઝિમ્બાબ્વેના બેટર-બોલરોનું કંગાળ પ્રદર્શન

ઝિમ્બાબ્વે તરફથી એક માત્ર બેટ્સમેન વેસ્લી મધેવર સૌથી વધુ 39 બોલમાં ત્રણ ફોર અને એક સિક્સ સાથે 43 રન, બ્રાયન બેનેટે 9 બોલમાં એક ફોર અને ત્રણ સિક્સ સાથે 29 રન, લ્યુક જોંગવે 26 બોલમાં 4 ફોર 33 રન, કેમ્પબેલે 10 રન નોંધાવ્યા હતા. જ્યારે બાકીના બેટ્સમેનો ડબલ ફિંગર સુધી પણ પહોંચી શક્યા ન હતા. બોલિંગની વાત કરીએ તો ઝિમ્બાબ્વે તરફથી વેલિંગ્ટન મસાકાડઝા અને મુઝારાબાની એક-એક વિકેટ ખેરવી હતી.

ભારતે ટોસ જીતી બેટિંગ પસંદ કરી

હરારેમાં રમાયેલી બીજી ટી20 મેચમાં ઝિમ્બાબ્વે ટીમના સુકાની શિકંદર રાજા અને ભારતીય ટીમના સુકાની શુભમન ગિલ વચ્ચે ટોસ ઉછાળાયો હતો, જેમાં ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી.

પ્રથમ ટી20માં ભારતનો 13 રને પરાજય

આ પહેલા ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે છ જુલાઈએ પ્રથમ ટી20 મેચ રમાઈ હતી, જેમાં ઝિમ્બાબ્વેએ પ્રથમ બેટિંગ કરી 20 ઓવરમાં 115 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારતીય ટીમ 102 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ભારત 2016 પછી પહેલીવાર ઝિમ્બાબ્વે સામે હાર્યું

ભારતીય ટીમ 2016 બાદ પહેલીવાર ઝિમ્બાબ્વે સામે હાર્યું હતું. ભારત છેલ્લે 2016માં 18મી જૂને ઝિમ્બાબ્વે સામે હરારેમાં બે રનથી જીત્યું હતું. ત્યાર બાદ બંને દેશો વચ્ચે રમાયેલી ત્રણેય ટી20માં ભારતની જીત થઈ હતી.

બંને દેશો વચ્ચે કુલ પાંચ ટી20 મેચ

આ પહેલા ભારત-ઝિમ્બાબ્વેએ છ જૂને પ્રથમ ટી20 મેચ રમી હતી, જેમાં ઝિમ્બાબ્વેનો 13 રને વિજય થયો હતો. ત્યારે આજે બીજી ટી20 મેચ રમાયા બાદ 10મીએ ત્રીજી, 13મીએ ચોથી અને 14 જુલાઈ પાંચ ટી20 મેચ રમાશે. તમામ મેચો હરારે સ્પોર્ટ્સ ક્લબમાં સાંજે 4.30 કલાકે શરૂ થશે

IND vs ZIM Live Update Score :

ભારતનો ઝિમ્બાબ્વે સામે 100 રને વિજય, ઝિમ્બાબ્વેની ટીમ 134 રનમાં ઓલઆઉટ

વિકેટ 10 : ભારતે ઝિમ્બાબ્વેની 134 રને 10મી વિકેટ પાડી મેચ જીતી લીધી છે. અવેશ ખાને લ્યુક જોંગવે 33 રને આઉટ કર્યો છે.

વિકેટ 9 : ભારત જીતની નજીક પહોંચી ગયું છે. અવેશ ખાનની ઓવરમાં બ્લેસિંગ મુઝારાબાની માત્ર બે રન બનાવી આઉટ થયો છે.

વિકેટ 8 : આજની મેચમાં રવિ બિશ્નોઈને બીજી સફળતા મળી છે. તેણે ઝિમ્બ્બેવાના વેસ્લી મધેવરને 43 રને આઉટ કર્યો છે.

વિકેટ 7 : ઝિમ્બાબ્વેએ સાતમી વિકેટ ગુમાવી છે. વેલિંગ્ટન મસાકાડઝા એક રને રનઆઉટ થયો છે.

વિકેટ 6 : રવિ બિશ્નોઈએ ઝિમ્બાબ્વેની છઠ્ઠી વિકેટ પાડી છે. બિશ્નોઈએ સ્લિવે મડાંડેને શૂન્ય રને LBW આઉટ કર્યો છે.

વિકેટ 5 : વોશિંગ્ટન સુંદરે ઝિમ્બાબ્વેની પાંચમી વિકેટ ખેરવી છે. તેણે જોનાથન કેમ્પબેલને માત્ર 10 રને આઉટ કર્યો છે. આ સાથે સ્કોર 9.4 ઓવરમાં પાંચ વિકેટે 72 રને પહોંચ્યો છે.

વિકેટ 4 : અવેશ ખાને ઝિમ્બાબ્વેની વધુ એક વિકેટ પાડી છે. અવેશે સુકાની સિકંદર રઝાને ચાર રને પેવેલીયન ભેગો કરી દીધો છે. આ સાથે ઝિમ્બાબ્વેનો સ્કોર 4 ઓવરમાં 4 વિકેટે 46 રને પહોંચ્યો છે.

વિકેટ 3 : મુકેશ બાદ અવેશ ખાનની દમદાર બોલિંગ સામે ઝિમ્બાબ્વેએ ત્રીજી વિકેટ ગુમાવી છે. અવેશે ડીયોન માયર્સ શૂન્ય રને પેવેલિયન ભેગો કરી દીધો છે.

વિકેટ 2 : ઝિમ્બાબ્વેની બીજી વિકેટ પડી છે. મુકેશ કુમારે કૈયા ઈનોસન્ટને બોલ્ડ કર્યા બાદ બ્રાયન બેનેટને પણ ક્લિન બોલ્ડ કર્યો છે. આ સાથે ઝિમ્બાબ્વેનો સ્કોર 3 ઓવરમાં બે વિકેટે 40 રન પર પહોંચ્યો છે.

વિકેટ 1 : ભારતે આપેલા મસમોટા સ્કોરનો પીછે કરી રહેલી ઝિમ્બાબ્વેની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. મુકેશ કુમારની પહેલી જ ઓવરમાં કૈયા ઈનોસન્ટ માત્ર ચાર રન બનાવી આઉટ થયો છે.

ઝિમ્બાબ્વેની ઈનિંગ શરૂ : એલેક્ઝાન્ડર રઝા (કેપ્ટન), કૈયા ઈનોસન્ટ આવ્યા મેદાનમાં

ભારતનો સ્કોર 20 ઓવરમાં 234/2, ઝિબ્બ્વેને જીતવા માટે આપ્યો 235 રનનો ટાર્ગેટ : ભારતે નિર્ધારિત 20 ઓવરમાં બે વિકેટે 234 રન નોંધાવી ઝિમ્બાબ્વેને 235 રનનો ટાર્ગેટ આપ્યો છે. આજની મેચમાં અભિષેક શર્માએ 47 બોલમાં સાત ફોર અને આઠ સિક્સની મદદથી 100 રન નોંધાવ્યા છે. જ્યારે ઋતુરાજ ગાયકવાડે 47 બોલમાં 11 ફોર અને એક સિક્સ સાથે અણનમ 77 રન, રિંકુ સિંઘે 22 બોલમાં બે ફોર અને પાંચ સિક્સ સાથે અણનમ 48 રન અને સુકાની શુભમનગિલે ચાર બોલમાં બે રન નોંધાવ્યા છે.

ઋતુરાજ ગાયકવાડની ફિફ્ટી : ટીમ ઈન્ડિયાને મજબૂત સ્થિતીમાં લઈ જનારા અભિષેક શર્માએ સદી ફટકાર્યા બાદ ઋતુરાજ ગાયકવાડે પણ દમદાર બેટીંગ કરી ફિફ્ટી ફટકારી છે. ગાયકવાડે 38 બોલમાં સાત ફોર સાથે તેના 50 રનપુરા કર્યા છે.

ભારતનો સ્કોર : 15 ઓવરમાં 152/2

વિકેટ 2 : ટીમને મજબૂત સ્થિતિમાં લઈ જનાર અભિષેક શર્મા સદી ફટકારી આઉટ થયો છે. શર્મા અને ઋતુરાજ ગાયકવાડ વચ્ચે 137 રનની પાર્ટનરશીપ થઈ છે. અભિષેકે 47 બોલમાં સાત ફોર અને આઠ સિક્સની મદદથી 100 રન નોંધાવ્યા છે. મુઝારાબાની બ્લેસિંગની ઓવરમાં શર્મા બ્રાયન બેનેટના હાથે કેચ આઉટ થયો છે.

IND vs ZIM : ભારતનો ઝિમ્બાબ્વે સામે 100 રને વિજય, અભિષેકની સદી અને બોલરોની કમાલ 2 - image

ભારતનો સ્કોર : 10 ઓવરમાં 74/1

ભારતનો સ્કોર : 05 ઓવરમાં 29/1

વિકેટ 1 : ભારતીય ટીમને બીજી ઓવરમાં મોટો ફટકો પડ્યો છે. ટીમ ઈન્ડિયાનો સુકાની શુભમન ગિલ માત્ર 2 રન બનાવી આઉટ થયો છે. વેલિંગ્ટન મસાકાડઝાની ઓવરમાં ગિલ ડીયોન માયર્સના હાથે કેચ આઉટ થયો છે. આ સાથે સ્કોર 1.2 ઓવરમાં એક વિકેટે 10 રને પહોંચ્યો છે.

બંને ટીમની પ્લેઇંગ 11

ભારત: શુભમન ગિલ (કેપ્ટન), અભિષેક શર્મા, ઋતુરાજ ગાયકવાડ, રિંકુ સિંહ, રિયાન પરાગ, જીતેશ શર્મા (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, હર્ષિત રાણા અને મુકેશ કુમાર.

ઝિમ્બાબ્વેઃ સિકંદર રઝા (કેપ્ટન), કૈયા ઈનોસન્ટ, ડીયોન માયર્સ, વેસ્લી મધેવર, બ્રાયન બેનેટ, કેમ્પબેલ જોનાથન, ટેન્ડાઈ ચતારા, લ્યુક જોંગવે, વેલિંગ્ટન મસાકાડઝા, બ્રાન્ડોનમાવુથા, મુઝારાબાની બ્લેસિંગ.


Google NewsGoogle News