ટીમ ઇન્ડિયામાં રમવા નથી મળતું તો વિદેશ રમવો જતો રહ્યો ક્રિકેટર, પહેલી જ મેચમાં પાંચ વિકેટ!

Updated: Aug 15th, 2024


Google NewsGoogle News
yuzvendra chahal


Yuzvendra Chahal: ભારતીય લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ T20 વર્લ્ડકપમાં ભારતના વિજય બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત માટે ક્રિકેટ રમે તેવી શક્યતાઓ ઓછી જણાય છે. હવે તે 'કાઉન્ટી ચેમ્પિયનશિપ ડિવિઝન ટુ'માં બાકીની પાંચ મેચો અને વન-ડે કપની અંતિમ મેચો રમવા માટે નોર્થમ્પટનશાયર સાથે જોડાયો છે. 34 વર્ષીય ચહલે ભારત માટે અત્યાર સુધીમાં 72 ODI અને 80 T20 ઇન્ટરનેશનલ મેચ રમી છે અને બન્ને ફોર્મેટમાં 217 વિકેટ લીધી છે. જો કે ચહલે ભારત માટે એક પણ ટેસ્ટ મેચ રમી નથી. T20 વર્લ્ડકપમાં પણ તેને ખાસ્સા સમય માટે બેન્ચ કરી રાખવામાં આવ્યો હતો. જો કે નોર્થમ્પ્ટનશાયર માટે ડેબ્યુ મેચમાં જ તેણે 5 વિકેટ ઝડપી હતી અને ટીમને જીત અપાવી હતી. તે નોર્થમ્પ્ટનશાયર માટે 2005 પછી ડેબ્યુ મેચમાં સૌથી સારો દેખાવ કરનાર બોલર બની ગયો હતો.

નોર્થમ્પ્ટનશાયરે તેની વેબસાઇટ પર જણાવ્યું હતું કે ભારતના T20 વર્લ્ડ કપ વિજેતા અભિયાનમાં ભૂમિકા ભજવનાર ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ કેન્ટ સામેની મેચ માટે કેન્ટરબરીના પ્રવાસ પહેલા બુધવારે ટીમ સાથે જોડાશે. નોર્થમ્પટનશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ આ જાહેરાત કરતા આનંદ અનુભવે છે કે ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ કેન્ટમાં રમાનારી અંતિમ ODI કપ મેચ અને બાકીની પાંચ કાઉન્ટી ચેમ્પિયનશિપ મેચો માટે ક્લબ સાથે જોડાશે." ત્યાર બાદ ચહલે પોતાની નોર્થમ્પટનશાયર માટે પહેલી જ કાઉન્ટી મેચમાં 5 વિકેટ ઝડપતાં ટીમે પોતાના સોશિયલ મીડિયામાં પણ તેના વખાણ કર્યા હતા.

નોર્થમ્પટનશાયર હાલમાં સાત ડ્રો અને બે હાર સાથે આઠ ટીમના કાઉન્ટી ડિવિઝન 2 ટેબલમાં સાતમા સ્થાને છે. ODI કપમાં પણ, ક્લબ અત્યાર સુધી એક જીત અને છ હાર સાથે ટેબલમાં આઠમા સ્થાને છે. તમને જણાવી દઈએ કે યુઝવેન્દ્ર ચહલે ભારત માટે અત્યાર સુધીમાં કુલ 72 ODI અને 80 T20 ઇન્ટરનેશનલ મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન ચહલે અનુક્રમે 121 અને 96 વિકેટ લીધી છે.

ચહલે નોર્થમ્પ્ટનશાયર માટે પહેલી વન ડે મેચ રમતા માત્ર 14 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. તેની 10માંથી 5 ઓવર્સ તો મેડન રહી હતી.


Google NewsGoogle News