યુજવેન્દ્ર ચહલે વાઈફ ધનશ્રીને મેરેજ એનિવર્સરી પર ખાસ અંદાજમાં કર્યું વિશ, ક્યૂટ ફોટો શેર કર્યા

Updated: Dec 22nd, 2023


Google NewsGoogle News
યુજવેન્દ્ર ચહલે વાઈફ ધનશ્રીને મેરેજ એનિવર્સરી પર ખાસ અંદાજમાં કર્યું વિશ, ક્યૂટ ફોટો શેર કર્યા 1 - image


નવી મુંબઇ,તા. 22 ડિસેમ્બર 2023, શુક્રવાર  

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી યુઝવેન્દ્ર ચહલે ઘણી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તે પોતાના પરફોર્મન્સને કારણે ચર્ચામાં રહે છે. ક્રિકેટરની પર્સનલ લાઇફની વાત કરીએ તો, ચહલની પત્ની ધનશ્રી વર્મા પણ સોશિયલ મીડિયા પર ઘણી લોકપ્રિય છે. ધનશ્રી એક સારી ડાન્સર છે. ચહલ અને ધનશ્રીની જોડી પણ ચાહકોને પસંદ છે, બંને પોતાની પર્સનલ લાઇફને લઇને સોશિયલ મીડિયા પર કરતા રહે છે. ચહલ અને ધનશ્રીના લગ્ન વર્ષ 2020માં થયા હતા. આજે તેમની મેરેજ એનિવર્સરિ પર ક્રિકેચરે પત્નીને અલગ અંદાજમાં વિશ કર્યું છે. 

ચહલે તેની પત્ની ધનશ્રીને મેરેજ એનિવર્સરિ પર ખાસ શુભેચ્છા પાઠવી છે. ચહલે X પર ધનશ્રી સાથે કેટલીક સુંદર તસવીરો શેર કરતા કેપ્શનમાં લખ્યું,“પ્રિય પત્ની, અમારી મીટિંગના પહેલા દિવસથી લઈને આજ સુધી, આ સફરની દરેક ક્ષણ મારા દિલની ખૂબ નજીક રહી છે. લોકો કહે છે કે, જોડીયા સ્વર્ગમાં બને છે, અને મને વિશ્વાસ છેકે, જેણે પણ આપણી સ્ક્રિપ્ટ લખી છે, તે મારા પક્ષમાં છે,તમારા કારણે હું એક સારો વ્યક્તિ બન્યો છું. તમારા કારણે હું સંપૂર્ણ છું.” આ પોસ્ટને અત્યાર સુધીમાં 3 હજારથી વધુ લાઇક મળી ચૂકી છે, પોસ્ટ પર બંનેના ચાહકો આ ક્યુટ કપલને લગ્નની શુભકામનાઓ આપી રહ્યાં છે.


Google NewsGoogle News