યુવરાજ સિંહ વિવાદમાં ફસાયો, બ્રેસ્ટ કેન્સર વિશે જાગૃતિ ફેલાવતી વખતે લગાવ્યા ચોંકાવનારા પોસ્ટરો
Yuvraj Singh's YouWeCan Foundation Controversial Post On Breast Cancer : ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ માટે બ્રેસ્ટ કેન્સર અંગે જાગૃતિ અભિયાનમાં જોડાવું મોંઘુ સાબિત થયું છે. યુવરાજના YouWeCan ફાઉન્ડેશને બ્રેસ્ટ કેન્સર વિશે જાગૃતિ લાવવા માટે એક પોસ્ટર તૈયાર કર્યું હતું. જેમાં મહિલાઓના બ્રેસ્ટને 'નારંગી' તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે. હવે ચાહકો જાગૃતિ પોસ્ટરમાં ઉપયોગમાં લેવાયેલા આ વિવાદાસ્પદ શબ્દ પર યુવરાજ સિંહની ટીકા કરી રહ્યા છે.
શું છે પોસ્ટરને લઈને વિવાદ?
હકીકતમાં YouWeCan ફાઉન્ડેશને પોસ્ટરમાં લખ્યું હતું કે, 'દર મહીને એકવાર જરૂરથી તમારા 'નારંગી'નું ચેક અપ કરવો.' આ પોસ્ટરનો હેતુ એ સંદેશ આપવાનો હતો કે જો સમયસર બ્રેસ્ટ કેન્સરની ખબર પડી જાય તો જીવન બચાવી શકાય છે. પોસ્ટમાં એક મહિલાને બસમાં ઉભી છે તે રીતે દેખાડવામાં આવી છે. જેના નાથમાં બે નારંગી છે, જયારે કેટલીક વૃદ્ધ મહિલાઓ બસમાં બેઠેલી બતાવવામાં આવી છે. વૃદ્ધ મહિલાઓમાંથી એકની પાસે નારંગીનો એક ડબ્બો છે. જેને લઈને સમગ્ર વિવાદ ઊભો થયો છે.
યુઝરે કરી પોસ્ટરની આકરી ટીકા
જેને લઈને એક સોશિયલ મીડિયા યુઝર્સે દિલ્લી મેટ્રોના કોચની અંદર ચોટાડવામાં આવેલા પોસ્ટરની તસવીર શેર કરી તેની ટીકા કરી હતી. યુઝરે પોસ્ટર અને શબ્દોના ખોટા ઉપયોગ માટે યુવરાજ સિંહની સંસ્થા સાથે દિલ્લી મેટ્રોની પણ ટીકા કરી હતી. યુઝરે લખ્યું હતું કે, જો આપણે બ્રેસ્ટને તેના અસલી નામથી પણ બોલાવી શકતા નથી તો દેશમાં બ્રેસ્ટ કેન્સર અંગે જાગૃતિ કેવી રીતે વધશે. દિલ્હી મેટ્રોમાં આ જોઈને હું વિચારવા મજબૂર થઈ ગયો કે આ શું છે? તમારા 'નારંગી' તપાસો? આવા પોસ્ટરો કોણ બનાવે છે, અને કોણ આ પ્રકારના પોસ્ટરને મંજૂર કરે છે? આ પોસ્ટરોને કોણે સાર્વજનિક કેવી પ્રકાશિત કરવા દીધા?
યુવરાજ સિંહને થયું હતું ફેફસાનું કેન્સર
તમને અહીં જણાવી દઈએ કે, 42 વર્ષીય યુવરાજ સિંહને વનડે વર્લ્ડકપ 2011 દરમિયાન ફેફસાના કેન્સરનું એક દુર્લભ સ્વરૂપ 'મેડિયાસ્ટિનલ સેમિનોમા' હોવાનું નિદાન થયું હતું. વનડે વર્લ્ડકપ દરમિયાન પણ તેને લોહીની ઉલટી થતી જોવા મળી હતી. આ પછી તેણે અમેરિકામાં ઘણાં કિમોથેરાપી સેશનમાંથી સારવાર કરાવી હતી. માર્ચ 2012માં યુવરાજ સિંહે કેન્સર સામેની લડાઈ જીતી હતી. આ પછી તેણે YouWeCan ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. જે કેન્સરથી પીડિત લોકોની મદદ અને જાગૃતિ માટે કામ કરે છે.