એ હાલ કરીશ કે દુનિયા તારા પર થૂંકશે: કપિલદેવ પર યુવરાજ સિંહના પિતાના વિવાદિત નિવેદનથી ખળભળાટ

Updated: Sep 2nd, 2024


Google NewsGoogle News
એ હાલ કરીશ કે દુનિયા તારા પર થૂંકશે: કપિલદેવ પર યુવરાજ સિંહના પિતાના વિવાદિત નિવેદનથી ખળભળાટ 1 - image

Yograj Singh On Kapil Dev: હાલમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે ઘણાં વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા. તેમણે ઈન્ટરવ્યુમાં માત્ર ધોની પર જ નહી ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી અને કેપ્ટન કપિલ દેવ પર પણ નિશાન સાધ્યું હતું, અને તેમના પર આરોપ લગાવ્યો હતો કે, કપિલ દેવના કારણે મને ટીમમાંથી દૂર કરવામાં આવ્યો હતો. 

યોગરાજ સિંહે ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'હું લોકોને બતાવવા માંગુ છું કે યોગરાજ કોણ છે? આજે આખી દુનિયા મારા પગ નીચે છે. જેમણે મારી સાથે ખરાબ કર્યું છે, તેમાંના કેટલાકને કેન્સર છે, કેટલાકે ઘર ગુમાવ્યું છે અને કેટલાકને પુત્ર નથી. તમે સમજી જ રહ્યા હશો કે હું કોની વાત કરી રહ્યો છું. તે તમારા જાણીતા મહાન કેપ્ટન મિસ્ટર કપિલ દેવ છે. મેં કપિલ દેવને કહ્યું હતું કે હું તેની એવી હાલત કરીશ કે દુનિયા તારી ઉપર થૂંકશે. આજે યુવરાજ સિંહ પાસે 13 ટ્રોફી છે અને કપિલ દેવ પાસે માત્ર એક જ વર્લ્ડકપ છે. વાત અહીં પૂરી થઇ જાય છે.'

આ પણ વાંચો: રોહિત, બુમરાહ પણ નહીં...? ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગંભીરની 'ઓલ ટાઈમ ફેવરિટ પ્લેઈંગ 11' ચર્ચામાં

યોગરાજ સિંહના કપિલ દેવ સાથેના સંબંધો લાંબા સમયથી તણાવપૂર્ણ રહ્યા છે. યોગરાજ સિંહના જણાવ્યા અનુસાર, 'આ ઘટના વર્ષ 1981માં બની હતી. કપિલ દેવ મને પોતાનો પ્રતિસ્પર્ધી તરીકે જોતો હતો, જેના કારણે તેણે મને ટીમમાંથી બહાર કરી દીધો હતો.'

કપિલ દેવની સાથે તેમણે ધોનીને પણ છોડ્યો ન હતો અને તેના પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, 'હું જીવનભર ધોનીને માફ નહીં કરું. તેણે અરીસામાં પોતાનો ચહેરો જોવો જોઈએ. ધોનીએ મારા પુત્ર યુવરાજનું જીવન બરબાદ કરી નાખ્યું છે. તે હજી વધુ 4-5 વર્ષ રમી શક્યો હોત.' તેમણે યુવરાજને ભારતને વર્લ્ડકપ જીતાડવા માટે ભારત રત્ન આપવાની માંગણી પણ કરી હતી. યોગરાજ સિંહે ભારત માટે 1 ટેસ્ટ અને 6 વનડે રમી હતી.


Google NewsGoogle News