રોહિત, કોહલી અને ધોનીના સવાલ પર ફસાયો યુવરાજ, કહ્યું- કોઈનું નામ લઇશ તો હેડલાઈન...
Representative Image |
Yuvraj Singh : કોઈપણ ભૂતપૂર્વ ક્રિકેટ ખેલાડીને પૂછવામાં આવે કે, વિરાટ કોહલી, રોહિત શર્મા અને એમએસ ધોનીમાંથી કોઈ એકની તમારે પસંદગી કરવી હોય તો ક્યાં ક્રિકેટરની પસંદગી કરશો. આ સવાલનો જવાબ આપવો કોઈપણ ખેલાડી માટે ખૂબ મુશ્કેલ છે. હાલમાં એક પોડકાસ્ટ દરમિયાન પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહને આવો જ એક સવાલ પૂછવામાં આવ્યો હતો. જેને લઈને તે દુવિધામાં પડી ગયો હતો.
એક પોડકાસ્ટ પર યુવરાજ સિંહ માઈકલ વોન અને એડમ ગિલક્રિસ્ટ જેવા વિદેશી સ્ટાર ક્રિકેટરો સાથે જોવા મળ્યો હતો. આ પોડકાસ્ટ દરમિયાન યુવીને આ સવાલ પૂછવામાં આવ્યો હતો કે, ' રોહિત શર્મા, વિરાટ કોહલી અને એમએસ ધોનીમાંથી કોની સાથે તું IPLમાં શરૂઆત કરવા માંગશે. જેના જવાબમાં યુવરાજે કહ્યું હતું કે, 'જો T-20 ફોરમેટ હોય તો હું રોહિત શર્માને પસંદ કરીશ, કારણ કે તે એક શાનદાર કેપ્ટન છે, અને પોતાની બેટિંગથી મેચને બદલી શકે છે. આ કારણે રોહિત શર્મા મારી પહેલી પસંદ હશે.'
આ દરમિયાન માઈકલ વોને યુવરાજને સવાલ કર્યો હતો કે, તું કોને બેન્ચ પર બેસાડવા માંગશે. જેના જવાબમાં યુવરાજેએ કહ્યું કે, 'હું પોતે... કારણ કે જો હું કોઈનું નામ લઈશ તો તે આવતીકાલે હેડલાઈન બની જશે.'
આ પણ વાંચોઃ 'બેવકૂફ તુ નહીં મેં...' જ્યારે વાત ન માનતાં ધોનીના ભારે ગુસ્સાનો શિકાર થયો આ ખેલાડી
આ વર્ષે ભારતે રોહિત શર્માની કેપ્ટનશીપમાં T20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીત્યો હતો. જયારે એમએસ ધોનીની કેપ્ટનશીપમાં ભારતે 3 ICC ટ્રોફી જીતી હતી. ધોનીના નેતૃત્વમાં ભારતે 2007 T20 વર્લ્ડકપ, 2011 વનડે વર્લ્ડકપ અને 2013 ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. આ સિવાય ધોની અને રોહિત IPLમાં પણ સૌથી સફળ કેપ્ટન રહ્યા છે. રોહિતની કેપ્ટનશીપમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ધોનીના નેતૃત્વમાં ચેન્નાઈ સુપર કિંગ્સ 5-5 વખત ચેમ્પિયન બની છે.