Get The App

IPLમાં હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવાતા આ દિગ્ગજ ક્રિકેટર નારાજ, કહ્યું- 'રોહિત શર્મા સારું કરી રહ્યો છે...’

રોહિત શર્માની કેપ્ટનશિપ હેઠળ મુંબઈની ટીમ 5 વખત ચેમ્પિયન બની હતી

રોહિતની કેપ્ટનશિપ હેઠળ હાર્દિક અનકેપ્ડ ખેલાડીમાંથી ઓલરાઉન્ડર બન્યો

Updated: Mar 14th, 2024


Google NewsGoogle News
IPLમાં હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવાતા આ દિગ્ગજ ક્રિકેટર નારાજ, કહ્યું- 'રોહિત શર્મા સારું કરી રહ્યો છે...’ 1 - image
Image:File Photo

Yuvraj Singh On MI Captain : IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સ નવા કેપ્ટન સાથે રમવા જઈ રહી છે. IPL 2024માં કેપ્ટનશિપની જવાબદારી હાર્દિક પંડ્યાના હાથમાં રહેશે. આ માહિતી શેર કરતી વખતે ફ્રેન્ચાઇઝીએ પૂર્વ કેપ્ટન રોહિત શર્માનો પણ તેના શ્રેષ્ઠ યોગદાન માટે આભાર માન્યો હતો. ફ્રેન્ચાઇઝીના આ નિર્ણયની કેટલાંક લોકોએ ટીકા કરી તો કેટલાકે તેની પ્રશંસા પણ કરી હતી. આ અંગે પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહે પણ મોટું નિવેદન આપ્યું છે.

“જો હું હોત, તો પંડ્યાને વાઇસ-કેપ્ટન બનાવ્યો હોત”

યુવરાજ સિંહે કહ્યું, “રોહિત શર્મા 5 વખતનો IPL ચેમ્પિયન છે. તેને હટાવવો એ એક મોટો નિર્ણય હતો. તેણઓએ હાર્દિક પંડ્યાને લીધો. પરંતુ જો હું હોત, તો મેં રોહિતને વધુ એક સિઝન આપી હોત અને હાર્દિક પંડ્યાને વાઇસ-કેપ્ટન બનાવ્યો હોત અને જોતો કે ફ્રેન્ચાઇઝી તેને કેવી રીતે હેન્ડલ કરી શકત. હું ફ્રેન્ચાઇઝીનો અભિગમ સમજું છું. તે પોતાની ટીમના સારા ભવિષ્ય માટે આ કરી રહી છે. પરંતુ રોહિત શર્મા હજુ પણ ભારતીય ટીમની કેપ્ટનશિપપ કરી રહ્યો છે અને સારું પ્રદર્શન કરી રહ્યો છે. તેથી આ એક મોટો નિર્ણય છે.”

રોહિતની કેપ્ટનશિપ હેઠળ હાર્દિક અનકેપ્ડ ખેલાડીમાંથી ઓલરાઉન્ડર બન્યો

રોહિત શર્માએ 158 મેચોમાં કેપ્ટનશિપ કરતા 87 મેચ જીતી છે જ્યારે 67 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. રોહિતની જીતની ટકાવારી 55.06 છે. મુંબઈની ટીમે અત્યાર સુધી જે 5 ટાઈટલ જીત્યા છે તે પણ રોહિત શર્માના નેતૃત્વ હેઠળ જીત્યા છે. રોહિત શર્માને વર્ષ 2013માં રિકી પોન્ટિંગની જગ્યાએ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. સચિન તેંડુલકરની નિવૃત્તિ બાદ રોહિતે પ્રથમ વખત ટીમને ચેમ્પિયન બનાવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી, રોહિત શર્માએ ટીમનું નેતૃત્વ કર્યું અને તેની કેપ્ટનશિપ હેઠળ, હાર્દિક પંડ્યા એક અનકેપ્ડ ખેલાડીમાંથી ઓલરાઉન્ડર તરીકે ઉભર્યો હતો. રોહિતે 10 વર્ષમાં મુંબઈને 5 IPL ટાઈટલ જીતાવ્યા. જો કે હવે હાર્દિક પંડ્યા મુંબઈની કેપ્ટનશિપ કરતો જોવા મળશે.

IPLમાં હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવાતા આ દિગ્ગજ ક્રિકેટર નારાજ, કહ્યું- 'રોહિત શર્મા સારું કરી રહ્યો છે...’ 2 - image


Google NewsGoogle News