યુવરાજ સિંહનું આ દિગ્ગજ સ્પિનરને લઈને મોટું નિવેદન, કહ્યું, 'તે ODI અને T20માં સ્થાન મેળવવા લાયક નથી'

આર અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનાર બીજા બોલર છે

અશ્વિને 34 વખત 5 વિકેટ અને 8 વખત 10 વિકેટ ઝડપી છે

Updated: Jan 14th, 2024


Google NewsGoogle News
યુવરાજ સિંહનું આ દિગ્ગજ સ્પિનરને લઈને મોટું નિવેદન, કહ્યું, 'તે ODI અને T20માં સ્થાન મેળવવા લાયક નથી' 1 - image
Image:File Photo

Yuvraj Singh On Ravichandran Ashwin : ભારતને 2007 T20 World Cup અને 2011 ODI World Cup જીતાડવામાંમાં મહત્વની ભૂમિકા ભજવનાર સ્ટાર ખેલાડી યુવરાજ સિંહે ભારતીય ટીમના દિગ્ગજ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનના વનડે અને T20 કરિયરને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે, “આર અશ્વિન ટીમ ઈન્ડિયાની ODI અને T20 ટીમમાં સ્થાન મેળવવાને લાયક નથી.” જો કે વિરાટ કોહલી અને રોહિત શર્માને લઈને યુવીના વિચારો જુદા છે. T20 ક્રિકેટમાં બંને ખેલાડીઓના સ્થાન અંગેના પ્રશ્ન પર તેણે કહ્યું કે અનુભવનો કોઈ વિકલ્પ નથી.

“ODI અને T20 ટીમમાં સ્થાન મેળવવાને લાયક નથી અશ્વિન” - યુવી

યુવરાજ સિંહે એક ઈન્ટરવ્યુ દરમિયાન અશ્વિનને લઈને કહ્યું, “અશ્વિન એક મહાન બોલર છે. પરંતુ મને નથી લાગતું કે તે ODI અને T20 ટીમમાં સ્થાન મેળવવાને લાયક છે. તે સારી બોલિંગ કરે છે, પરંતુ બેટિંગમાં શું કરે છે ? અથવા તે ફિલ્ડર તરીકે શું કરે છે? તેને ટેસ્ટ ટીમમાં હોવો જોઈએ પરંતુ મને નથી લાગતું કે તે વ્હાઈટ બોલ ક્રિકેટમાં સ્થાન માટે લાયક છે.”

યુવીએ કોહલી અને રોહિતને લઈને શું કહ્યું?

યુવરાજ સિંહે T20માં વિરાટ કોહલી અને રોહિત શર્માના ભવિષ્ય વિશે વાત કરતા કહ્યું, “ઘણાં યુવા ખેલાડીઓ T20માં ખુબ સારું પ્રદર્શન કરી રહ્યા છે. આ વાત પણ ધ્યાનમાં રાખવી જોઈએ કે અનુભવનો કોઈ વિકલ્પ નથી.” યુવરાજ સિંહને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે મિડલ ઓવર્સમાં ઝડપી રન બનાવતા હતા. હાલમાં રિંકુ સિંહે આ જવાબદારી લીધી છે. આ યુવા બેટ્સમેન વિશે તમારો શું અભિપ્રાય છે? શું તમે રિંકુને તમારા યોગ્ય જવાબ તરીકે જોઈ રહ્યા છો?

“જો કોઈ મારી જગ્યા લઈ શકે છે તો તે ફક્ત રિંકુ સિંહ જ હશે”

યુવરાજે આ પ્રશ્નનો ઉત્તર આપતા કહ્યું, “જો કોઈ મારી જગ્યા લઈ શકે છે તો તે ફક્ત રિંકુ સિંહ જ હશે, તેને કોઈ સુધારાની જરૂર નથી. લિમિટેડ ઓવરની ક્રિકેટમાં જે પણ જરૂરી હોય છે, તે બધું રિંકુ કરે છે. તે મિડલ ઓવર્સમાં ઝડપી રન બનાવે છે અને જરૂર પડ્યે ઇનિંગ્સને લંબાવી શકે છે. મારા મતે તેણે ત્રણેય ફોર્મેટમાં રમવું જોઈએ. તેને માત્ર T20 ક્રિકેટ સુધી સીમિત ન રાખવું જોઈએ.”

રિંકુ સિંહ યુવરાજને પોતાની યાદ અપાવે છે

યુવરાજે વધુમાં કહ્યું, “તે કદાચ હાલમાં ભારતીય ટીમમાં શ્રેષ્ઠ ડાબોડી ખેલાડી છે. તે મને મારી યાદ અપાવે છે, તે જાણે છે કે ક્યારે એટેક કરવો, ક્યારે સ્ટ્રાઈક રોટેટ કરવી અને તે દબાણ હેઠળ અવિશ્વસનીય રીતે હોંશિયાર છે. તે અમને મેચ જીતાડી શકે છે. હું તેના પર દબાણ લાવવા માંગતો નથી, પરંતુ હું ખરેખર માનું છું કે હું જે કરતો હતો તે કરવાની તેની પાસે કુશળતા છે.”

યુવરાજ સિંહનું આ દિગ્ગજ સ્પિનરને લઈને મોટું નિવેદન, કહ્યું, 'તે ODI અને T20માં સ્થાન મેળવવા લાયક નથી' 2 - image


Google NewsGoogle News