Video: યુવરાજ સિંહે શેર કર્યો ઈન્સ્ટાગ્રામ Vs રિયાલિટી વીડિયો, સોશિયલ મીડિયા પર થયો વાયરલ
સોશિયલ મીડિયા પર પુર્વ ભારતીય દિગ્ગજ ખેલાડી યુવરાજનો એક વીડિયો ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે.
Image Social Media |
તા. 2 ડિસેમ્બર 2023, શનિવાર
સોશિયલ મીડિયા પર પુર્વ ભારતીય દિગ્ગજ ખેલાડી યુવરાજ (yuvraj singh)નો એક વીડિયો ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. યુવરાજ સિંહે પોતાના ઈસ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો શેર કર્યો છે, આ વીડિયોમાં યુવરાજ સિંહ ગોલ્ફ રમતા નજર આવી રહ્યા છે. આ સાથે આ વીડિયોના કેપ્શનમાં યુવરાજ સિંહે લખ્યુ છે કે ઈન્ટાગ્રામ v/s રિયાલિટી વીડિયો.. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તે સિવાય સોશિયલ મીડિયા યુજર્સ સતત કોમેન્ટ કરી પુર્વ ભારતીય ક્રિકેટરનો વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે વીડિયો
યુવરાજ સિંહની ટેસ્ટ મેચ સિવાય વનડે અને ટી20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આ સિવાય તે લાંબા સમય સુધી IPL માં રમતા હતા. આઈપીએલમાં યુવરાજ સિંહ પંજાબ કિંગ્સ સિવાય રાઈજિંગ પુણે સુપર જાયટ્સ, રોયલ ચેલેંજર્સ બેંગ્લોર, દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયંસ જેવી ટીમો માટે રમતા હતા.
આવુ રહ્યુ છે યુવરાજ સિંહનું ક્રિકેટ કરિયર
યુવરાજ સિંહે ભારત માટે 40 ટેસ્ટ મેચમાં 33.93 ની એવરેજથી 1900 રન બનાવ્યા છે.
યુવરાજ સિંહે 304 ODI મેચોમાં 87.68ની સ્ટ્રાઈક રેટ અને 36.56ની એવરેજથી 8701 રન બનાવ્યા છે.
જ્યારે યુવરાજ સિંહે 58 આંતરરાષ્ટ્રીય ટી20 મેચમાં 136.38ની સ્ટ્રાઈક રેટ અને 28.02ની એવરેજથી 1177 રન બનાવ્યા છે.
યુવરાજ સિંહે ટેસ્ટ અને વનડે ફોર્મેટમાં અનુક્રમે 3 અને 14 સદી ફટકારી છે.
ભારત માટે યુવરાજ સિંહે ટેસ્ટ અને વનડે ફોર્મેટમાં અનુક્રમે 3 અને 14 સદી ફટકારી છે. આ સિવાય IPLની 132 મેચોમાં યુવરાજ સિંહે 24.77ની એવરેજ અને 129.72ની સ્ટ્રાઈક રેટથી 2750 રન બનાવ્યા છે. યુવરાજ સિંહે IPLમાં 13 વખત પચાસ રનનો આંકડો પાર કર્યો છે. આ સાથે યુવરાજ સિંહ T20 વર્લ્ડ કપ 2007 અને વનડે વર્લ્ડ કપ 2011 જીતનાર ભારતીય ટીમનો ભાગ રહ્યો હતો.