Get The App

રોહિત-વિરાટના સમર્થનમાં ઉતર્યો યુવરાજ, કહ્યું- 'ઓસ્ટ્રેલિયા સામે હારવું સ્વીકાર યોગ્ય, પરંતુ...'

Updated: Jan 7th, 2025


Google News
Google News
રોહિત-વિરાટના સમર્થનમાં ઉતર્યો યુવરાજ, કહ્યું- 'ઓસ્ટ્રેલિયા સામે હારવું સ્વીકાર યોગ્ય, પરંતુ...' 1 - image

Yuvraj Singh came out in support of Rohit & Kohli : ભારતીય ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે કહ્યું છે કે, 'ભારતને ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામે મળેલી હાર બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં મળેલી હાર કરતાં મોટી છે. જો કે તેણે આઉટ ઓફ ફોર્મ ચાલી રહેલો કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીનું સમર્થન કર્યું છે અને કહ્યું છે કે આ બંનેની ટીકા કરવી યોગ્ય નથી. છેલ્લા કેટલાક મહિનાથી ભારતને ટેસ્ટ ફોર્મેટમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતયી ટીમને ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામે 0-3થી હારનો સામનો કરવો પડ્યો હતો.  

વિરાટ અને રોહિત આપણા કરતા વધુ દુ:ખી  

આ પછી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં પણ 10 વર્ષ બાદ ભારતીય ટીમને 1-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન બંને પોતાના પ્રદર્શનના કારણે આકરી ટીકાના પાત્ર બન્યા હતા. આ અંગે યુવરાજે કહ્યું કે, 'મારા મતે ન્યુઝીલેન્ડ સામે હારવું વધુ દુઃખદાયક હતું કારણ કે આપણે ઘરઆંગણે 3-0થી હારી ગયા હતા. તમે જાણો છો કે આ સ્વીકાર્ય નથી. ઓસ્ટ્રેલિયા સામે હારવું હજુ પણ સ્વીકાર્ય છે કારણ કે તમે ત્યાં બે વખત જીતી ચૂક્યાછો અને આ વખતે કમનસીબે તમે હારી ગયા. મારા મતે ઓસ્ટ્રેલિયા ઘણાં વર્ષોથી સૌથી પ્રભાવશાળી ટીમ રહી છે. આપણે મહાન ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્મા વિશે ઘણી ખરાબ વાતો કહી રહ્યા છીએ. લોકો ભૂલી જાય છે કે તેઓએ ભૂતકાળમાં શું હાંસલ કર્યું છે. તે એક સમયના મહાન ક્રિકેટરોમાંથી એક છે. તેઓ સારું ક્રિકેટ રમ્યા ન હતા. તેથી તેઓ હારી ગયા. તેઓ આપણા કરતાં વધુ દુ:ખી છે.'

યુવરાજને ભારત પાસેથી મજબૂત વાપસીની આશા 

ભારત ફરી મજબૂત વાપસી કરશે એ આશા સાથે તેણે કહ્યું કે, 'મને લાગે છે કે મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીર, પસંદગીકાર તરીકે અજિત અગરકર, કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ આ બધા અત્યારે ક્રિકેટના સૌથી શ્રેષ્ઠ ખેલાડી છે અને તેઓએ નક્કી કરવાનું છે કે ભવિષ્યમાં ભારતનું ક્રિકેટ કઈ દિશામાં જશે?

રોહિત હંમેશા મહાન કેપ્ટન રહેશે

સિડની ટેસ્ટમાંથી પોતાને બહાર રાખવા બદલ રોહિતની પ્રશંસા કરતા યુવરાજે કહ્યું કે, આ એક નિઃસ્વાર્થ કાર્ય છે. મને લાગે છે કે આ બહુ મોટી વાત છે. મેં આવું પહેલા ક્યારેય જોયું નથી કે કેપ્ટન સારા ફોર્મમાં ન ચાલી રહ્યો હોય અને તે પોતે ટીમની બહાર બેઠો હોય. રોહિત શર્માની આ જ મહાનતા છે કે તેણે ટીમને પોતાના કરતા આગળ રાખી છે. મને લાગે છે કે તે એક મહાન કેપ્ટન છે. ટીમ જીતે કે હારે તે હંમેશા મહાન કેપ્ટન રહેશે. તેની કેપ્ટનશીપ હેઠળ આપણે વનડે વર્લ્ડકપની ફાઈનલ સુધી પહોંચ્યા હતા. આપણે T20 વર્લ્ડકપ પણ જીત્યો છે. આપણે ઘણુબધું હાંસલ કર્યું છે.'

આ પણ વાંચો : ગૌતમ ગંભીર પર લટકતી તલવાર! BCCIએ રિપોર્ટ મંગાવ્યો, લેવાઈ શકે છે મોટો નિર્ણય

ટીકાકારોને સંયમ રાખવા કહ્યું યુવરાજે

ટીમના પ્રદર્શનનું વિશ્લેષણ કરતી વખતે ટીકાકારોને સંયમ રાખવા વિનંતી કરતા યુવરાજે કહ્યું કે, 'હું પહેલા પણ આ રમતનો વિદ્યાર્થી હતો અને હજુ પણ આ રમતનો વિદ્યાર્થી છું. તે મારા કરતા વધુ ક્રિકેટ રમ્યો છે. જ્યારે ખેલાડીઓ પ્રદર્શન ન કરતા હોય ત્યારે તેમના વિશે ખરાબ કહેવું સહેલું છે. પરંતુ તેમને સમર્થન આપવું ખૂબ મુશ્કેલ છે. મારું કામ મારા મિત્રો અને ભાઈઓને ટેકો આપવાનું છે. તે મારા માટે પરિવાર છે.'રોહિત-વિરાટના સમર્થનમાં ઉતર્યો યુવરાજ, કહ્યું- 'ઓસ્ટ્રેલિયા સામે હારવું સ્વીકાર યોગ્ય, પરંતુ...' 2 - image



Tags :
Yuvraj-SinghRohit-SharmaVirat-Kohli

Google News
Google News