ભારત-પાકિસ્તાન મેચ પહેલા યુવરાજસિંહનું મોટું નિવેદન, ગિલને કહ્યું- રમવું જ પડશે; રોહિત અંગે કરી દીધી આ વાત

હાઈ વોલ્ટેજ મેચ જોવા માટે દેશ-વિદેશોથી ક્રિકેટ ચાહકો અમદાવાદ પહોંચશે

ભારતીય ટીમ સાત વર્ષ બાદ ઘરઆંગણે પાકિસ્તાન સામે રમશે

Updated: Oct 13th, 2023


Google NewsGoogle News
ભારત-પાકિસ્તાન મેચ પહેલા યુવરાજસિંહનું મોટું નિવેદન, ગિલને કહ્યું- રમવું જ પડશે; રોહિત અંગે કરી દીધી આ વાત 1 - image


Yuvraj Singh on Shubman Gill : વર્લ્ડ કપ 2023માં ભારતની આગામી મેચ પાકિસ્તાન સામે રમાનાર છે ત્યારે મેચને લઈને ક્રિકેટ ચાહકો (fans are excited) ઉત્સાહિત છે. આ મેચ માટે બંને ટીમો અમદાવાદ પહોંચી ગઈ છે અને પ્રેક્ટિસ પણ કરી છે. ભારતના ઓપનર શુભમન ગિલ (Shubman Gill) શરુઆતના બે મેચ ડેન્ગ્યુના કારણે ગુમાવ્યા છે ત્યારે હવે યુવરાજ સિંહે (Yuvraj Singh) ગિલના રમવાને લઈને મોટુ નિવેદન (big statement) આપ્યું છે.

ગિલે ગઈકાલે એક કલાક નેટમાં પ્રેક્ટિસ કરી

ભારત અને પાકિસ્તાનની હાઈ વોલ્ટેજ મેચ જોવા માટે દેશ-વિદેશોથી ક્રિકેટ ચાહકો અમદાવાદ પહોંચશે. ભારતીય ટીમ સાત વર્ષ બાદ ઘરઆંગણે પાકિસ્તાન સામે રમશે ત્યારે મેચમાં શુભમન ગિલના રમવા પર અનેક વાતો સામે આવી રહી છે તે વચ્ચે હવે ભારતના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિહં એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેણે ગિલને ફોન કરીને પાકિસ્તાન સામે રમવા માટે કહ્યું છે. આ ઉપરાંત યુવરાજે ગિલને એમ પણ કહ્યું હતું કે તે પોતાની કારકિર્દીમાં બે વખત ડેન્ગ્યુથી સંક્રમિત હોવા છતાં રમ્યો હતો. આ પછી ગિલે ગઈકાલે એક કલાક નેટમાં પ્રેક્ટિસ (practiced in the nets) કરી હતી. હવે તેની પાકિસ્તાન સામેની મેચમાં રમવાની શક્યતાઓ પણ વધી ગઈ છે. 

પાકિસ્તાન સામેની મેચ મહત્વપૂર્ણ : યુવરાજ સિંહ

આ ઉપરાંત યુવરાજે ગિલને કહ્યું હતું કે પાકિસ્તાન સામેની મેચ મહત્વપૂર્ણ (important match) છે અને તેણે આ મેચ રમવી જ જોઈએ. મે ફોન કર્યો અને કહ્યું કે વર્લ્ડ કપમાં મારી તબિયત સારી નહોતી. તું આ મેચ રમ કારણકે આ મેચ ખુબ જ મહત્વપૂર્ણ છે. આગળ બોલતા જણાવ્યું હતું કે જો તેને સારુ હોત તે ચોક્કસ રમ્યો હોત પણ વાયરલ કે ડેન્ગ્યુમાંથી જલ્દી સાજા થવું ખુબ જ મુશ્કેલ છે. આ સિવાય યુવરાજ સિંહે ટીમના વખાણ પણ (praised the team) કર્યા હતા અને કહ્યું હતું કે ભારતને સેમિફાઈનલ અને ફાઈનલ મેચમાં દબાણ રહેશે અને ટીમ આ માટે તૈયાર છે. 

ભારત-પાકિસ્તાન મેચ પહેલા યુવરાજસિંહનું મોટું નિવેદન, ગિલને કહ્યું- રમવું જ પડશે; રોહિત અંગે કરી દીધી આ વાત 2 - image


Google NewsGoogle News