Get The App

જાતે રમવું પડશે, બાળકની જેમ ના શીખવાડી શકીએ: શ્રેયસ અય્યરની પૃથ્વી શૉને ચેતવણી

Updated: Dec 16th, 2024


Google NewsGoogle News
જાતે રમવું પડશે, બાળકની જેમ ના શીખવાડી શકીએ: શ્રેયસ અય્યરની પૃથ્વી શૉને ચેતવણી 1 - image


Shreyas Iyer on Prithvi Shaw : છેલ્લા કેટલાક સમયથી પૃથ્વી શૉ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. તે હાલ ભારતીય ટીમમાં પસંદગી પામવાથી પણ દુર ચાલી રહ્યો છે. અને તેણે IPLનો કોન્ટ્રાક્ટ પણ ગુમાવી દીધો છે. આ સિવાય શૉને ગયા મહિને મુંબઈની રણજી ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન મુંબઈ ટીમમાં તેના સાથી ખેલાડી અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં કેપ્ટન શ્રેયસ અય્યરે તેને એક ચેતવણી આપી છે. અય્યરનું માનવું છે કે જો તે પોતાનું વર્ક એથિક્સમાં સુધારો કરશે તો તે આકાશની ઊંચાઈને સ્પર્શી શકશે. પૃથ્વી હાલમાં જ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમ્યો હતો. જેમાં તેણે કેટલીક ઇનિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પૃથ્વીનું શાનદાર પ્રદર્શન 

પૃથ્વીએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઈ માટે 9 મેચમાં 197 રન બનાવ્યા હતા. જો કે તે કોઈ અડધી સદી ફટકારી શક્યો ન હતો, પરંતુ તેણે મુંબઈની વિજેતા બનવાની સફરને સારી શરૂઆત આપવાનો પ્રયાસ કર્યો હતો. મધ્યપ્રદેશને હરાવીને મુંબઈ માટે ખિતાબ જીત્યા બાદ શ્રેયસે કહ્યું હતું કે, 'મને અંગત રીતે લાગે છે કે તે એક ગોડ ગિફ્ટેડ ખેલાડી છે. તેની પાસે જે પ્રકારની પ્રતિભા છે તે કોઈની પાસે નથી. તેણે ફક્ત તેના વર્ક એથિક્સમાં સુધારો કરવાની જરૂર છે.' 

બાળકોની જેમ નથી શીખવાડી શકતા- અય્યર 

અય્યરે વધુમાં કહ્યું હતું કે, 'અમે કોઈને બાળકોની જેમ નથી શીખવાડી શકતા. તેણે ઘણું ક્રિકેટ રમ્યું છે. બધાએ તેને ઇનપુટ્સ આપ્યા છે. આખરે આમાંથી કેવી રીતે આગળ વધવું તે તેનો પોતાનો નિર્ણય છે. તે પહેલા પણ આવું કરી ચૂક્યો છે. એવું નથી કે તેણે તે કર્યું નથી. તેણે હવે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. તેણે વિચારવું પડશે. તેનો જવાબ તેને જાતે જ મળી જશે. તેના પર કોઈ દબાણ કરી શકે નહીં.' 

આ પણ વાંચો : IND vs AUS: ઓસ્ટ્રેલિયાના 445 રન સામે ભારતે 51 પર ગુમાવી 4 વિકેટ, ત્રીજા દિવસે વરસાદે બચાવી લીધી આબરૂ

પૃથ્વીની ક્રિકેટ કારકિર્દી

પૃથ્વી શૉ ભારત માટે ટેસ્ટ રમી ચૂક્યો છે. પરંતુ વર્ષ 2020-21 પછીથી ટીમથી બહાર ચાલી રહ્યો છે. તાજેતરમાં IPL 2025ના મેગા ઓકશનમાં તે અન સોલ્ડ રહ્યો હતો. અગાઉ તે IPLમાં દિલ્હી કેપિટલ્સ ટીમનો ભાગ રહી ચૂક્યો છે.

જાતે રમવું પડશે, બાળકની જેમ ના શીખવાડી શકીએ: શ્રેયસ અય્યરની પૃથ્વી શૉને ચેતવણી 2 - image



Google NewsGoogle News