Get The App

તમે મને ગેમથી બહાર કરી શકો પણ...', જાણીતા બેટરનું દર્દ છલકાયું, ફિટનેસ અંગે ઊઠ્યાં હતા સવાલ

Updated: Jan 15th, 2025


Google NewsGoogle News
તમે મને ગેમથી બહાર કરી શકો પણ...', જાણીતા બેટરનું દર્દ છલકાયું, ફિટનેસ અંગે ઊઠ્યાં હતા સવાલ 1 - image

Prithvi Shaw : પૃથ્વી શોએ હાલમાં શેર કરેલી એક સોશિયલ મીડિયા પોસ્ટની ચર્ચા થઇ રહી છે. શોની આ પોસ્ટ રણજી ટ્રોફીમાં મુંબઈની ટીમમાં તેની પસંદગી ન થવા અંગે છે. રણજી ટ્રોફીમાં 23 જાન્યુઆરીએ મુંબઈ અને જમ્મુ અને કાશ્મીર વચ્ચે રમાશે. હકીકતમાં પૃથ્વી શોના ફોર્મ અને ફિટનેસ અંગે સવાલો ઉભા થઈ રહ્યા છે. 

તેને તાજેતરમાં જ વિજય હજારે ટ્રોફી માટે મુંબઈ ટીમમાંથી પણ બહાર કરવામાં આવ્યો હતો. અગાઉ શોએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની હાલની સિઝનમાં 9 ઇનિંગ્સમાં 197 રન બનાવ્યા હતા. જ્યાં તેનો સર્વોચ્ચ સ્કોર 49 રન રહ્યો હતો. હવે આ બધા વચ્ચે પૃથ્વી શોએ એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી અને પ્રેક્ટિસ કરતી વખતે એક ફોટો શેર કર્યો છે.

તમે મને ગેમથી બહાર કરી શકો પણ...', જાણીતા બેટરનું દર્દ છલકાયું, ફિટનેસ અંગે ઊઠ્યાં હતા સવાલ 2 - image

તમે મને મહેનત કરવાથી રોકી શકતા નથી

તેણે પોસ્ટમાં લખ્યું હતું કે, 'તમે મને ગેમમાંથી બહાર કરી શકો છો, પરંતુ તમે મને મહેનત કરવાથી રોકી શકતા નથી.' શૉને પહેલા બે રાઉન્ડમાં મુંબઈ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. જેનું કારણ ફિટનેસ અને શિસ્ત હોવાનું કહેવામાં આવ્યું હતું. શોનું હાલનું ફોર્મ ચિંતાનો વિષય છે.

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાની સ્મૃતિ મંધાનાએ મહિલા વન-ડે ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સૌથી ઝડપી સદી ફટકારી

શોની ક્રિકેટ કારકિર્દી

તેણે 58 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 46.02 ની સરેરાશથી 4556 રન બનાવ્યા છે. 65 A-લિસ્ટ મેચોમાં તેણે 3399 રન બનાવ્યા છે. આ ઉપરાંત તેણે 117 T20Iમાં 2902 રન બનાવ્યા છે. શોએ ભારત માટે પાંચ ટેસ્ટ (339 રન), છ વનડે (189 રન) અને એક T20I મેચ રમી છે. વર્ષ 2018માં રાજકોટમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની પોતાની ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારવા બદલ તેને 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો.તમે મને ગેમથી બહાર કરી શકો પણ...', જાણીતા બેટરનું દર્દ છલકાયું, ફિટનેસ અંગે ઊઠ્યાં હતા સવાલ 3 - image



Google NewsGoogle News