'તું વિરાટ ખેલાડી છે, મને એ વાતની ખુશી છે કે...' : પોતાનો રેકોર્ડ તૂટ્યા બાદ સચિને કોહલીના કર્યા વખાણ

સ્ટેડિયમ પર વર્લ્ડ કપની આ મેચ નિહાળવા માટે સચિન તેંડુલકર પરિવાર સાથે ખાસ ઉપસ્થિત રહ્યો હતો.

Updated: Nov 15th, 2023


Google NewsGoogle News
'તું વિરાટ ખેલાડી છે, મને એ વાતની ખુશી છે કે...' : પોતાનો રેકોર્ડ તૂટ્યા બાદ સચિને કોહલીના કર્યા વખાણ 1 - image
Image Twitter 

તા. 15 નવેમ્બર 2023, બૂધવાર 

Virat Kohli Record: મુંબઈના વાનખેડેમાં રમાઈ રહેલી સેમીફાઈનલ મેચમાં વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામે કમાલ બતાવી છે. ન્યુઝીલેન્ડ સામે વિરાટ કોહલીએ 81મો રન બનાવતા જ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે. સચિન તેંડુલકરે વર્લ્ડ કપ 2003માં 673 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામે આ વર્લ્ડ કપની આઠમી અડધી સદી ફટકારી હતી.

મેચ નિહાળવા માટે સચિન તેંડુલકર પરિવાર સાથે ખાસ ઉપસ્થિત રહ્યો 

સ્ટેડિયમ પર વર્લ્ડ કપની આ મેચ નિહાળવા માટે સચિન તેંડુલકર પરિવાર સાથે ખાસ ઉપસ્થિત રહ્યો હતો. તેમણે વિરાટની સદી પર ઊભા થઈને તાળી વગાડી અભિનંદન આપી તેનો ઉત્સાહ વધાર્યો હતો. આ ઉપરાંત સચિને થોડી જ વારમાં તેના X હેન્ડલ પર વિરાટ કોહલી માટે વિશેષ મેસેજ પણ લખ્યો હતો. 

તું વિરાટ ખેલાડી છે : સચિને કર્યા વખાણ

સચિન તેંડુલકરે લખ્યું કે, જ્યારે હું પહેલીવાર તમને ભારતીય ડ્રેસિંગ રૂમમાં મળ્યો હતો, તો ટીમના અન્ય સાથી ખેલાડીઓએ તમારા પગે લાગવાની મજાક ઉટાવી હતી. હું તે દિવસે પોતાનું હાસ્ય રોકી શક્યો ન હતો. પરંતુ ટૂંક સમયમાં તમે તમારા જુસ્સા અને કુશળતાથી મારા હૃદયને સ્પર્શી ગયા. હું ખૂબ ખુશ છું કે તે યુવાન છોકરો 'વિરાટ' ખેલાડી બની ગયો છે. મને તેનાથી વધુ ખુશી ન હોય શકે કે એક ભારતીય દ્વારા મારો રેકોર્ડ તૂટ્યો. અને તેને સૌથી મોટા મંચ પર - વર્લ્ડ કપ સેમીફાઈનલમાં - અને પોતાના ડોમેસ્ટિક સ્ટેડિયમ પર કરી બતાવવું સોનામાં સુગંધ છે.


Google NewsGoogle News