...નહીંતર ટીમ વિખેરાઈ જાત', ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમ ઈન્ડિયા અંગે યુવરાજના પિતાનું મોટું નિવેદન
Yograj Singh: પૂર્વ ભારતીય ક્રિકેટર અને યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પસંદ કરાયેલી ભારતીય ટીમ અંગે વાત કરી છે. તેમણે આ ટીમનું સમર્થન કર્યું અને તેના પર કોઈ સવાલ ન ઉઠાવ્યા. યુવરાજ સિંહના પિતાએ કહ્યું કે, બોર્ડ અને સિલેક્ટર્સે એ સારું કર્યું કે, કોઈપણ ખેલાડીને ડ્રોપ ન કર્યો. તેમણે કહ્યું કે, જો તમે બધા સિનિયર ખેલાડીઓને એકસાથે ડ્રોપ કરી દીધા હોત તો ટીમ વિખેરાઈ જાત. ઈંગ્લેન્ડ સામેની વનડે સીરિઝ માટે પણ ટીમની પસંદગી કરવામાં આવી છે.
BCCI અને સિલેક્ટર્સને અભિનંદન
યોગરાજ સિંહે ચેમ્પિયન્સ ટ્રોફીના સિલેક્શન પર કહ્યું કે, 'હું ખરેખર BCCI અને સિલેક્ટર્સને અભિનંદન પાઠવવા માગુ છુ, જેમણે ટીમનું સમર્થન કર્યું. જો તમે ઘર આંગણે અને બહાર સીરિઝ હારી જાઓ છો તો સવાલ તો ઉભા થાય છે. ઘણા ફેરફાર થઈ જાય છે, ખેલાડીઓને ડ્રોપ કરી દેવામાં આવે છે. મીડિયા તમારા પેન્ટ ઉતારવા માટે તૈયાર જ છે.'
પૂર્વ ક્રિકેટરે આગળ કહ્યું કે, 'મેં હંમેશા કહ્યું છે કે, રોહિત શર્મા અને વિરાટ કોહલીને ડ્રોપ ન કરવા જોઈએ, જો તમે તેમને ડ્રોપ કરશો તો તમારી ટીમ વિખેરાઈ જશે. આપણે ઓસ્ટ્રેલિયામાં હારી ગયા હોઈશું, પરંતુ આપણે એ ન ભૂલવું જોઈએ કે આપણે તેમને બે સીરિઝમાં હરાવ્યા હતા. દુનિયાની કોઈ પણ ટીમે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે સતત બે સીરિઝમાં નથી હરાવી શકી.
તો ટીમ વિખેરાઈ જશે
તેમણે આગળ કહ્યું કે, 'મને ચિંતા હતી કે 5-6 લોકોને ન નીકાળવા જોઈએ. શુભમન કે વિરાટને ન નીકાળવા જોઈએ, તેથી હું તેમનું સમર્થન કરી રહ્યો હતો. મને લાગે છે કે જે થયું એ આ અત્યાર સુધીની સૌથી સારી બાબત છે. જો તમે એકસાથે બધા સિનિયર ખેલાડીઓને ડ્રોપ કરી દેશો તો ટીમ વિખેરાઈ જશે. હું બોર્ડ અને થિંક ટેન્ક, સિલેક્ટર્સને અભિનંદન પાઠવવા માગુ છું, હું આ લોકોની પ્રશંસા કરું છું.'