T20 WC 2024: ધોની નથી તો ફરી જીતી જઈશું, યુવરાજના પિતાનું સેમિ ફાઈનલ પહેલા વિચિત્ર નિવેદન
Yograj sinh Commented On MS Dhoni: ભારતીય ક્રિકેટ ટીમે સુપર-8 ગ્રુપ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને પાંચમી વખત T20 વર્લ્ડકપના સેમિ ફાઇનલમાં પહોચી ગઈ છે. આ મેચની જીત સાથે ભારતે વનડે વર્લ્ડકપ 2023માં ઓસ્ટ્રેલિયા સામે મળેલી હારનો બદલો પણ લઈ લીધો હતો.
હવે ભારતની નજર બીજા T20 વર્લ્ડ કપની ટ્રોફી પર છે. વર્ષ 2007માં એમએસ ધોનીની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે T20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો હતો. આ વખતે ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ 2024ની બીજી સેમિ ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. પરંતુ આ મેચ પહેલા યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે એક વાહિયાત નિવેદન આપ્યું છે.
પેરિસ ઓલિમ્પિક માટે ભારત સજ્જ... હોકી ટીમની જાહેરાત, હરમનપ્રીત સિંહને સોંપાયું સુકાનીપદ
ધોની ના હોય તો પણ આપણે જીતી જઈશું- યોગરાજ
સોશિયલ મીડિયા પર યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહનો એક વાયરલ થઈ રહ્યો છે. જેમાં યોગરાજે ભારત માટે T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતે એવી ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ તેમણે વિડીયોમાં એમએસ ધોની ટીમનો ભાગ ન હોવા અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.
તેણે દાવો કર્યો કે ગૌતમ ગંભીર અને રોહિત શર્માએ કહ્યું હતું કે, ધોની ટીમ માટે નકારાત્મકરૂપ હતા. અને 2024ની આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની હાર માટે ધોનીના ખરાબ કર્મ જવાબદાર છે.
સેમિ ફાઈનલ પહેલાં ભારતીય ટીમના આ ખેલાડીને ઝટકો, ICC T20 રેન્કિંગમાં નંબર-1 તાજ ગુમાવ્યો
ધોની યુવરાજની ઈર્ષ્યા કરે છે : યોગરાજ
યોગરાજે પણ તેમના પુત્ર યુવરાજને આઈસીસીના એમ્બેસેડર બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. અને ધોની પર આરોપ લગાવ્યો હતો કે ધોની યુવરાજની ઈર્ષ્યા કરે છે, માટે તેને યુવરાજ સાથે હાથ ના મિલાવ્યા. જે ચેન્નાઈની હારનું કારણ હતું. યોગરાજે વધુમાં કહ્યું કે એક ભારતીય હોવાને કારણે હું ઈચ્છું છું કે ભારત જીતે. ધોની નહીં હૈ, ફિર જીતે જાયેંગે.