Get The App

રનનો પહાડ! ભારતના આ ખેલાડીએ 44 ચોગ્ગા, 10 છગ્ગા સાથે એકલા હાથે ફટકાર્યા 426 રન

Updated: Nov 10th, 2024


Google NewsGoogle News
રનનો પહાડ! ભારતના આ ખેલાડીએ 44 ચોગ્ગા, 10 છગ્ગા સાથે એકલા હાથે ફટકાર્યા 426 રન 1 - image

Yashvardhan Dalal : હાલમાં ભારતીય ક્રિકેટ ટીમના સિનિયર બેટરો જ્યાં રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ત્યારે હરિયાણાના એક જુનિયર બેટરે ઈતિહાસ રચી દીધો છે. હરિયાણાના બેટર યશવર્ધન દલાલે શનિવારે કર્નલ સીકે ​​નાયડુ ટ્રોફી મેચમાં મુંબઈ સામે ચારગણી સદી ફટકારી હતી. તેણે 426 રનની શાનદાર અણનમ ઇનિંગ કરીને તેણે ઉત્તર પ્રદેશના સમીર રિઝવીના 312 રનના વ્યક્તિગત સ્કોરને પાછળ છોડી દીધો છે.

અધધધ...426 રનની અણનમ ઇનિંગ  

કર્નલ સીકે ​​નાયડુ ટ્રોફીમાં યશવર્ધન દલાલે મુંબઈ સામે 426 રનની જબરદસ્ત રેકોર્ડ તોડ ઇનિંગ રમી હતી. જેમાં તેણે 44 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા હતા. દલાલે બીજા દિવસે સાંજના સેશનમાં 400 રનનો આંકડો પાર કર્યો હતો. આ પછી દલાલે ઝડપથી રન બનાવવાનું લક્ષ્ય રાખ્યું હતું. કારણ કે હરિયાણા પહેલેથી જ આઠ વિકેટ ગુમાવી ચૂક્યું હતું. સ્ટમ્પ સમયે તે 463 બોલમાં 426 રન બનાવીને અણનમ રહ્યો હતો. દિવસની રમત પૂરી થયા બાદ  દલાલ ક્રિઝ પર હાજર હતો.

છેલ્લે સુધી ક્રીઝ પર ટકી રહ્યો દલાલ

અર્શ અને યશવર્ધન હરિયાણા માટે ઓપનિંગ કરવા ઉતર્યા હતા. અર્શે 311 બોલનો સામનો કરીને 151 રન બનાવ્યા હતા. અર્શની આ ઇનિંગમાં 18 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ હતો. આ દરમિયાન બંને વચ્ચે 410 રનની શાનદાર ભાગીદારી થઈ હતી. જ્યારે આ ભાગીદારી તૂટી ત્યારે યશવર્ધન 243 રન પર રમી રહ્યો હતો. ત્યારબાદ ટીમની સતત વિકેટો પડવા લાગી હતી. પરંતુ દલાલે ક્રીઝ પર પોતાની પકડ રાખી બનાવી હતી. અને પાર્થ નાગિલ(25) અને કેપ્ટન સર્વેશ રોહિલા(48) સાથે મહત્ત્વપૂર્ણ અડધી સદીની ભાગીદારી કરી હતી.

આ પણ વાંચો : KKR એ તોફાની બેટરને રિલીઝ કરીને મોટી ભૂલ કરી, સતત બે ફિફ્ટી બાદ ફટકારી ઝડપી સદી

દલાલે બનાવ્યો આ રેકોર્ડ

યશવર્ધન દલાલ કર્નલ સીકે ​​નાયડુ ટ્રોફીના ઈતિહાસમાં એક ઇનિંગમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. તેણે ઉત્તર પ્રદેશના સમીર રિઝવીનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. જેણે આ ટુર્નામેન્ટની અગાઉની સીઝનમાં 312 રન બનાવ્યા હતા. યશવર્ધન તેના શાનદાર શોટ સિલેક્શન અને બેટિંગમાં પરફેક્શનના કારણે રાતોરાત સ્ટાર બની ગયો છે.

રનનો પહાડ! ભારતના આ ખેલાડીએ 44 ચોગ્ગા, 10 છગ્ગા સાથે એકલા હાથે ફટકાર્યા 426 રન 2 - image


Google NewsGoogle News