યશસ્વી જયસ્વાલના કેચ વિવાદ પર સ્નિકો ટેક્નોલોજીના સંસ્થાપકે કહ્યું - જો હૉટ સ્પૉટ હોત તો...
Warren Brennan on snico technology : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટ મેચના છેલ્લા દિવસે જ્યારે યશસ્વી જયસ્વાલ થર્ડ અમ્પાયર દ્વારા કેચ આઉટ થયો ત્યારે વિવાદ ઉભો થયો હતો. રીવ્યૂ જોતા લાગતું હતું કે બોલનો સંપર્ક યશસ્વીના બેટ અથવા ગ્લોવ્ઝ સાથે થયો હતો. પરંતુ સ્નિકો મિટરમાં કોઈ હલચલ જોવા મળી ન હતી. જેના પર ભારતીય ક્રિકેટ ચાહકો ગુસ્સે થયા હતા. કોમેન્ટ્રી કરી રહેલા પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કરને પણ ગુસ્સો આવ્યો હતો. આ સિવાય BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા પણ થર્ડ અમ્પાયરના નિર્ણયથી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. પરંતુ હવે સ્નિકો ટેક્નોલોજીના ફાઉન્ડરે પોતે જણાવ્યું છે કે RTS (Real Time Snickometer) માં કેમ કોઈ હલચલ પકડાતી નથી.
શું હતો સમગ્ર વિવાદ?
હકીકતમાં થર્ડ અમ્પાયર શરફુદ્દૌલાએ ડિફ્લેક્શનના આધારે જયસ્વાલને આઉટ આપ્યો હતો. આ સ્થિતિમાં ચાહકો ઓસ્ટ્રેલિયાની ટીમને ચીટર કહેવા લાગ્યા હતા. ટાયર પછી આકાશ દીપને આઉટ આપવામાં આવ્યો હતો, જ્યાં ડિફ્લેક્શન જોવા મળ્યું ન હતું. પરંતુ સ્નિકો મીટરમાં હલચલ જોયા પછી જ તેને આઉટ આપવામાં આવ્યો હતો. આ સ્થિતિમાં વિવાદ વધુ વધી ગયો હતો.
સ્નિકો હળવા સ્પર્શ કે ઝટકાને પકડી શકતું નથી
BBG સ્પોર્ટ્સે સ્નિકો અને 'હૉટ સ્પૉટ' ટેક્નોલોજીના સ્થાપક છે. જેનો ઉપયોગ સૌપ્રથમ વર્ષ 2006ની એશિઝમાં કરવામાં આવ્યો હતો અને તેણે ક્રિકેટમાં રિવ્યૂની સિસ્ટમમાં ક્રાંતિ લાવી દીધી હતી. વોરન બ્રેનન કે જેમણે આ કંપનીની સ્થાપના કરી હતી. આ સિવાય તેઓ કંપનીના ટેક્નોલોજી ચીફ છે. તેમણે જણાવ્યું હતું કે સ્નિકો હંમેશા હળવા સ્પર્શ અથવા ઝટકા સાથે કરવામાં આવેલો સ્પર્શને પકડી સકતી નથી.
શું કહ્યું બ્રેનને?
બ્રેનને જણાવ્યું કે,' ગ્લાન્સ પ્રકારના શોટ્સ પર ભાગ્યે જ કોઈ અવાજ છે. ગ્લાન્સ શોટ એ સ્નિકોની તાકાત નથી, તે હોટસ્પોટ માટે છે. હોટ સ્પોટ ઇન્ફ્રારેડ કેમેરાનો ઉપયોગ કરીને કામ કરે છે, જે ખેલાડીના બેટ, ગ્લોવ્ઝ અથવા પેડ પરના ઘર્ષણથી પ્રાપ્ત ગરમીના સંકેતોને માપી શકે છે. વાસ્તવમાં, સિસ્ટમ તેની ડિઝાઇનના ભાગ રૂપે લશ્કરી જેટ અને ટેન્કમાં ઉપયોગમાં લેવાતી તકનીકમાંથી તત્વો લે છે. તેને વર્ષ 2007માં ડિઝાઇન કરવામાં આવ્યું હતું. જો હોટ સ્પોટ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હોત, તો જયસ્વાલે બોલ સાથે સંપર્ક કર્યો હતો કે નહીં તે અંગે વધુ નિર્ણાયક પુરાવા મળી શક્યા હોત. જો કે આ સિસ્ટમ બોર્ડર-ગાવસ્કર સીરિઝ માટે ઉપયોગમાં લેવામાં નથી આવી.
હવે હોટ સ્પોટ સિસ્ટમનો ઉપયોગ થતો નથી
આ એટલા માટે પણ છે કારણ કે સિસ્ટમની સચોટતા અંગે અaગાઉ પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. વર્ષ 2013માં બ્રેનને દાવો કર્યો હતો કે બેટ પર લાગેલું કોટિંગ અને ટેપ સ્નીકો ટેક્નોલોજીને છેતરી શકે છે અને જયારે બોલ બેટને અથડાય છે ત્યારે સામાન્ય રીતે કેમેરા દ્વારા કેપ્ચર થર્મલ સિગ્નેચરને બેઅસર કરી શકે છે. પછીથી હોટ સ્પોટનો ઉપયોગ ઓછો થવા લાગ્યો હતો અને હવે આંતરરાષ્ટ્રીય ટીમો દ્વારા તેનો વ્યાપકપણે ઉપયોગ થતો નથી.