Get The App

IND vs BAN : નાની ઉંમરમાં મોટું કામ, યશસ્વી જયસ્વાલે બનાવ્યો વર્લ્ડ રેકૉર્ડ, દિગ્ગજોને પછાડ્યા

Updated: Sep 20th, 2024


Google NewsGoogle News
IND vs BAN : નાની ઉંમરમાં મોટું કામ, યશસ્વી જયસ્વાલે બનાવ્યો વર્લ્ડ રેકૉર્ડ, દિગ્ગજોને પછાડ્યા 1 - image

World Record By Yashasvi Jaiswal : ચેન્નાઈ ખાતે રમાઈ રહેલી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પહેલી ટેસ્ટ મેચના પહેલા દિવસે યુવા ભારતીય બેટર યશસ્વી જયસ્વાલે શાનદાર પ્રદર્શન કરી એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તેણે એક જ ઝાટકે તમામ દિગ્ગજોને પાછળ છોડીને આ ચમત્કાર કર્યો હતો. યશસ્વીએ પહેલા દિવસે અડધી સદી ફટકારી હતી. તેની આ અડધી સદી ત્યારે આવી હતી જ્યારે ભારતીય ટીમ મુશ્કેલીમાં હતી. જો કે, તે આ ઇનિંગને સદીમાં બદલી શક્યો ન હતો અને આઉટ થઇ ગયો હતો.

આ પણ વાંચોઃ IND vs BAN: ચાલુ મેચમાં એવું તો શું થયું કે ઋષભ પંતે માંગવી પડી માફી?

કેપ્ટન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરવા ઉતરેલા યશસ્વીએ 118 બોલમાં 56 રનની ઇનિંગ રમી હતી. જેમાં 9 ચોગ્ગા સામેલ હતા. સતત પડી રહેલી વિકેટો વચ્ચે યશસ્વીએ ઇનિંગને સાંભળી હતી. તેના પછી અશ્વિન અને જાડેજાની જોડીએ ભારતને 376 રનના મોટા સ્કોર સુધી પહોંચાડ્યું હતું. આ અડધી સદી સાથે યશસ્વી ઘરઆંગણે પહેલી 10 ઇનિંગ્સમાં સૌથી વધુ ટેસ્ટ મેચમાં રન બનાવનાર બેટર બની ગયો છે.

ઘણાં દિગ્જ્જોને યશસ્વી જયસ્વાલે પાછળ છોડીને આ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. પહેલા આ રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના જોર્જ હેડલીના નામે હતો. હેડલીએ ઘરઆંગણે રમતા પહેલી 10 ઇનિંગ્સમાં 747 રન બનાવ્યા હતા. યશસ્વીએ પહેલી 10 ટેસ્ટ ઇનિંગ્સમાં 768 રન બનાવ્યા હતા. આ વર્ષે ઈંગ્લેન્ડ સામેની ઘરઆંગણેની ટેસ્ટ સીરિઝમાં યશસ્વીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. અને આ સીરિઝમાં 700થી વધુ રન બનાવ્યા હતા. તે એકમાત્ર બેટર હતો કે જેણે સીરિઝમાં 700 કે તેથી વધુ રન બનાવ્યા હતા.

ઘરઆંગણે પહેલી 10 ઇનિંગ્સમાં સૌથી વધુ ટેસ્ટ રન બનાવનાર ખેલાડી

768 રન - યશસ્વી જયસ્વાલ (ભારત)

747 રન - જ્યોર્જ હેડલી (વેસ્ટ ઈન્ડિઝ)

743 રન - જાવેદ મિયાંદાદ (પાકિસ્તાન)

687 રન - ડેવ હ્યુટન (ઝિમ્બાબ્વે)

680 રન - વિવયન રિચર્ડ્સ (વેસ્ટ ઈન્ડિઝ)


Google NewsGoogle News