‘મને પણ તેનાથી ડર લાગે છે...', ફેન ગર્લ સાથે વાતચીત કરતો નજરે પડ્યો યશસ્વી, વીડિયો થયો વાયરલ

રાંચી ટેસ્ટમાં ઇંગ્લેન્ડની ટીમ 353 રનના સ્કોર પર ઓલઆઉટ થઇ ગઈ હતી

જવાબમાં ભારતીય ટીમે 219 રનના સ્કોર પર 7 વિકેટ ગુમાવી દીધા છે

Updated: Feb 24th, 2024


Google NewsGoogle News
‘મને પણ તેનાથી ડર લાગે છે...', ફેન ગર્લ સાથે વાતચીત કરતો નજરે પડ્યો યશસ્વી, વીડિયો થયો વાયરલ 1 - image
Image:Twitter

Yashasvi Jaiswal : ઇંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ સીરિઝમાં ભારતીય ક્રિકેટ ટીમનો યુવા ઓપનર યશસ્વી જયસ્વાલ જબરદસ્ત ફોર્મમાં છે. તેણે બીજી અને ત્રીજી ટેસ્ટમાં બેવડી સદી ફટકારીને કમાલ કરી હતી. જયસ્વાલ સતત બે બેવડી સદી ફટકારનાર ત્રીજો ભારતીય બેટર પણ બન્યો હતો. આ દરમિયાન જયસ્વાલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં જોવા મળે છે કે યશસ્વી જયસ્વાલ ડ્રેસિંગ રૂમની બહાર ઉભો છે અને એક ફેન ગર્લ તેને કહી રહી છે કે નજીકના પ્લેયરને કહો અમારી તરફ જુએ.

“હું પણ તેમનાથી ડરું છું”

યશસ્વી જયસ્વાલે સૌપ્રથમ તે ફેન ગર્લને ઈશારાથી ના પાડી અને હાથ હલાવીને આગળ વધવાનું વિચાર્યું. પરંતુ ફેન ગર્લે ફરીથી કહ્યું કે, “પ્લીઝ તમારા નજીકના પ્લેયરને કહો અહીં જુએ.” તેના પર યશસ્વી જયસ્વાલે કહ્યું કે, “હું નહીં બોલું. હું પણ તેમનાથી ડરું છું.” જો કે તે સ્પષ્ટ નથી થયું કે યશસ્વી જયસ્વાલ પાસે કયો પ્લેયર છે, જેના કારણે તે કંઈપણ બોલતા ડરે છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ફેન ગર્લ રોહિત શર્માની એક ઝલક મેળવવા માટે વિનંતી કરી રહી હતી, જેના વિશે યશસ્વીએ કંઈપણ કહેવાનો ઈન્કાર કરી દીધો હતો.

ભારતીય ટીમ મુશ્કેલીમાં 

મેચની વાત કરીએ તો ભારતીય ટીમે રાંચી ટેસ્ટના બીજા દિવસે ઈંગ્લેન્ડને 104.5 ઓવરમાં 353 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ભારતીય ટીમ તરફથી રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. ઈંગ્લેન્ડનો ટોપ સ્કોરર જો રૂટ હતો જેણે 264 બોલમાં 10 ચોગ્ગાની મદદથી અણનમ 122 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 73 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 219 રન બનાવી લીધા છે. યશસ્વી જયસ્વાલ 73 રનની ઇનિંગ રમી હતી.

‘મને પણ તેનાથી ડર લાગે છે...', ફેન ગર્લ સાથે વાતચીત કરતો નજરે પડ્યો યશસ્વી, વીડિયો થયો વાયરલ 2 - image


Google NewsGoogle News