Get The App

WTCમાં ઈતિહાસ રચવાથી જયસ્વાલ માત્ર 29 રન દૂર, આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ખેલાડી બનશે

યશસ્વી જયસ્વાલે ઇંગ્લેન્ડ સામે બે બેવડી સદી ફટકારી છે

Updated: Mar 6th, 2024


Google NewsGoogle News
WTCમાં ઈતિહાસ રચવાથી જયસ્વાલ માત્ર 29 રન દૂર, આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ખેલાડી બનશે 1 - image
Image:Twitter

Yashasvi Jaiswal 1000 Runs : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ આવતીકાલથી ધર્મશાલામાં રમાશે. ઈંગ્લેન્ડ સામેની આ સીરિઝમાં પ્રથમ મેચ હાર્યા બાદ ભારતીય ટીમ સતત ત્રણ મેચ જીતીને 5 મેચની ટેસ્ટ સીરિઝમાં 3-1ની અજેય લીડ સાથે આગળ છે. ઇંગ્લેન્ડ સામેની આ સીરિઝમાં બે બેવડી સદી ફટકારનાર યશસ્વી જયસ્વાલે અત્યાર સુધી 4 મેચમાં 655 રન બનાવ્યા છે. યશસ્વીએ ઇંગ્લેન્ડ સામે વિશાખાપટ્ટનમ અને રાજકોટમાં રમાયેલી ટેસ્ટ મેચમાં બેવડી સદી ફટકારી હતી. યશસ્વીએ ભારતીય ધરતી પર પોતાની પ્રથમ ટેસ્ટ સીરિઝ રમીને વિશ્વ ક્રિકેટને પોતાની ક્ષમતાનો પરિચય કરાવ્યો અને ઘણા રેકોર્ડ તોડ્યા, જો કે છેલ્લી ટેસ્ટમાં પણ તે આવા ઘણા રેકોર્ડ તોડી શકે છે.

યશસ્વી 1000 રન પૂરા કરનાર પ્રથમ ખેલાડી બની જશે

યશસ્વી જયસ્વાલ ધર્મશાલામાં વધુ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. જયસ્વાલ ઈંગ્લેન્ડ સામેની છેલ્લી ટેસ્ટમાં 29 રન બનાવીને ટેસ્ટ ક્રિકેટમાં પોતાના 1000 રન પૂરા કરશે અને આ સાથે તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના વર્તમાન 2023-2025ના ચક્રમાં 1000 રન પૂરા કરનાર પ્રથમ બેટર બની જશે.

જયસ્વાલે 8 મેચમાં ફટકાર્યા 971 રન

WTCના વર્તમાન ચક્રમાં જયસ્વાલે 8 મેચની 15 ઇનિંગ્સમાં 971 રન બનાવ્યા છે અને બીજા સ્થાને ઓસ્ટ્રેલિયાનો ખેલાડી ઉસ્માન ખ્વાજા છે જેણે 11 ટેસ્ટમાં 916 રન બનાવ્યા છે. ધર્મશાલામાં 29 રન બનાવવાની સાથે યશસ્વી જયસ્વાલ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના વર્તમાન ચક્રમાં 1000 રન બનાવવાના રેકોર્ડ સાથે, WTCના ઇતિહાસમાં સૌથી ઝડપી 1000 રન પૂરા કરનાર ખેલાડી બની જશે.

WTCમાં ઈતિહાસ રચવાથી જયસ્વાલ માત્ર 29 રન દૂર, આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ખેલાડી બનશે 2 - image


Google NewsGoogle News