ટીમ ઈન્ડિયાને મળ્યો નવો 'યુવરાજ': રેકૉર્ડ જોઈને વિશ્વભરના બોલર્સની વધી ગઈ ચિંતા
Yashasvi Jaiswal : ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ સીરિઝમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ ભારતીય ટીમ હવે બાંગ્લાદેશ સામે 3 T20 મેચની સીરિઝ રમશે. જે 6 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર વચ્ચે રમાશે. ટેસ્ટ સીરિઝમાં ભારતીય બેટરોએ કરેલુ શાનદાર પ્રદર્શન હવે બાંગ્લાદેશના બોલરો માટે એક મોટો પડકાર બની ગયો છે. ભારતનું ટોપ ઓર્ડર અત્યારે મજબૂત સ્થિતિમાં છે.
ભારતીય ક્રિકેટ ટીમનો ઓપનર યશસ્વી જયસ્વાલે બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ મેચમાં બંને ઈનિંગ્સમાં અડધી સદી ફટકારી હતી. શાનદાર ફોર્મમાં ચાલી રહેલા યશસ્વીએ બાંગ્લાદેશ સામેની પહેલી ટેસ્ટની પહેલી ઈનિંગમાં અડધી સદી ફટકારી હતી, પરંતુ બીજી ઈનિંગમાં તેનું બેટ ચાલ્યું ન હતું. પરંતુ તક મળતા જ જયસ્વાલે બીજી ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં 2 અડધી સદી ફટકારી હતી.
વર્ષ 2024માં યશસ્વી જયસ્વાલ સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવવાના મામલે પહેલો ભારતીય બેટર બની ગયો છે. તેણે 23 ઇનિંગ્સમાં 1222 રન બનાવ્યા હતા. તેના પછી બીજા સ્થાન પર કેપ્ટન રોહિત શર્મા છે કે, જેણે 29 ઇનિંગ્સમાં 1032 રન બનાવ્યા છે અને ત્રીજા સ્થાન પર શુભમન ગિલ છે જેણે 26 ઈનિંગ્સમાં 985 રન બનાવ્યા છે.
આ પણ વાંચો : ન્યૂઝીલેન્ડ સામે સીરિઝ જીતીને પણ WTC ફાઇનલથી બહાર થઈ શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કેમ
T20 સીરિઝ પહેલા જ ભારતીય ટીમે ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં બીજી ટેસ્ટની પહેલી ઈનિંગમાં સૌથી ઝડપી 50, 100 અને 150 રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. ભારતે પહેલી ઇનિંગમાં 52 રન બનાવ્યા બાદ 100 રનની લીડ મેળવ્યા બાદ બીજી ઈનિંગમાં બેટિંગ કરવા આવેલી બાંગ્લાદેશની ટીમ પાંચમા દિવસે લંચ પહેલા 146 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. અને ભારતને જીત અપાવવામાં સફળ રહી હતી. જીતવા માટે માત્ર 95 રનનો લક્ષ્ય મળ્યો હતો, જેને ભારતે 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો અને મેચ સાત વિકેટે જીતી લીધી હતી.